અનંત-રાધિકાના સંગીતમાં 'મરમેઇડ' બની જાહ્નવી કપૂર

06 July, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સેરેમનીમાં જાહ્નવી કપૂરના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જાહ્નવી સંગીત પાર્ટીમાં મોર પીંછા સ્ટાઈલ ફિશકટ લહેંગા પહેરીને પહોંચી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થશે.

આ પહેલા મુંબઈમાં અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

મામેરૂ, ગરબા નાઇટ બાદ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બિઝનેસ, બોલિવૂડ, ક્રિકેટની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

અભિનેત્રી જાન્હવી કપૂરના લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

જાહ્નવી સંગીત પાર્ટીમાં પીકોક ફેધર સ્ટાઈલ ફિશકટ લહેંગા પહેરીને પહોંચી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત ફંક્શનમાં જાહ્નવીનો લુક જોવા જેવો હતો.

પ્રવેશતાની સાથે જ બધાની નજર અભિનેત્રી પર અટકી ગઈ. મોર પીંછાવાળા ડ્રેસમાં તે મરમેઇડ જેવી દેખાતી હતી.