T20 World Cup: પાકિસ્તાન સાથે ફરી 1992ની કહાનીનું પુનરાવર્તન થઈ રહ્યું છે, શું ફરી તે ચેમ્પિયન બનશે?
પહેલા ભારત અને પછી ઝિમ્બાબ્વે સામે હારીને પાકિસ્તાન લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. અહીંથી નસિબ પલટાયું અને પાકિસ્તાન નસીબ સાથે સેમિફાઇનલ (Semifinal)માં પહોંચી જાય છે.
પાકિસ્તાને બુધવારે સિડનીમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. પાકિસ્તાન જે થોડા દિવસો પહેલા વિશ્વ કપમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, તેણે ધમાકેદાર પુનરાગમન કર્યું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન 1992માં વન ડે વર્લ્ડ કપ અને હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં અનેક સંયોગ જોવા મળી રહ્યા છે.
1992ની જીતનો અદ્દભુત સંયોગ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઘણા ઉતાર-ચઢાવ સાથે ફાઇનલમાં પહોંચી છે. પાકિસ્તાન સાથે ભૂતકાળમાં પણ આવું બન્યું છે. વર્ષ 1992માં પણ પાકિસ્તાનની ટીમે આવી જ રીતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જે બાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાનની જીત પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના મનમાં હજુ પણ તાજી છે.
શું પાકિસ્તાન ફરી ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે ?
- ઓસ્ટ્રેલિયા 1992માં વર્લ્ડ કપનું યજમાન હતું આ વખતે પણ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહ્યો છે.
- મેલબોર્નમાં ભારત સામે પાકિસ્તાન તેની પ્રથમ મેચ હારી ગયું હતું, જેમ આ વખતે પણ બન્યું છે.
- તે સમયે પણ ઓસ્ટ્રેલિયા લીગ મેચમાં બહાર થઈ ગયું હતું.
- એટલું જ નહીં તે સમયે પણ પાકિસ્તાનને લીગ મેચમાં ભારતે હરાવ્યું હતું.
- સેમીફાઈનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
- આટલા સંયોગો મળ્યા બાદ પાકિસ્તાની ચાહકો ઘણા ખુશ છે. તેમનું માનવું છે કે આ વર્ષે પણ વર્લ્ડ કપ પાકિસ્તાનના નામે રહેશે.
- 1992 અને 2022ની સ્ટોરી સરખી છે.
- આ ઉપરાંત વર્ષ 1992ના વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સૌથી ઓછા 9 પોઇન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી હતી. આ T-20 વર્લ્ડકપમાં પણ એવું જ કંઈક છે.
- તમામ 4 ટીમમાં સૌથી ઓછા પોઇન્ટ પાકિસ્તાનના છે.
પાકિસ્તાને વર્લ્ડકપ 1992ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જીત મેળવી હતી. આ ઉપરાંત પાકિસ્તાને તે સમયે ઈગ્લેન્ડને ફાઈનલમાં હરાવ્યું હતું. આ વખતે પણ ફાઈનલ પાકિસ્તાન અને ઈગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જેમાં સંયોગ મુજબ પાકિસ્તાનની જીત થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ વિજેતાનું લિસ્ટ જુઓ
- 2007 ભારત
- 2009 પાકિસ્તાન
- 2010 ઈંગ્લેન્ડ
- 2012 વેસ્ટ ઈન્ડિઝ
- 2014 શ્રીલંકા
- 2016 વેસ્ટ ઈન્ડિઝ
- 2021 ઓસ્ટ્રેલિયા
- 2022 – ?
T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો.