પાકિસ્તાનને ઘરમાં ઘુસીને ધોઈ નાખ્યા, ઈંગ્લેન્ડની ટીમની ઐતિહાસિક જીત

|

Dec 05, 2022 | 6:15 PM

ખરાબ પીચ પર શાનદાન પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે 74 રનથી ભવ્ય જીત મેળવી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પોતાની જ ધરતી પર હારનો સામનો કરવો પડયો હતો.

પાકિસ્તાનને ઘરમાં ઘુસીને ધોઈ નાખ્યા, ઈંગ્લેન્ડની ટીમની ઐતિહાસિક જીત
Rawalpindi test
Image Credit source: Twitter

Follow us on

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હાલમાં રોમાંચક ટેસ્ટ મેચ ચાલી રહી હતી. આ ટેસ્ટમાં અંગ્રેજોઓએ પાકિસ્તાની ધરતી પર તેમને જ ધોઈ નાખ્યા હતા. 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ મેચ રમવા માટે ઉતરી હતી. પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ સીરીઝની શરુઆત થઈ હતી. ખરાબ પીચ પર શાનદાન પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે 74 રનથી ભવ્ય જીત મેળવી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમને પોતાની જ ધરતી પર હારનો સામનો કરવો પડયો હતો.

પાકિસ્તાનના રાવલપિંડીમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક અંદાજમાં પાંચમાં દિવસે અંતિમ સેશનમાં ખત્મ થઈ હતી. પિંડી ક્રિકેટ સ્ટેડિયમની હદથી વધારે સપાટ પિચ પર ઈંગ્લેન્ડની ટીમે ઉત્તમ રમત રમીને દોઢ દિવસ પહેલા જ સરળતાથી જીત મેળવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઈંગ્લેન્ડની 74 રનથી ભવ્ય જીત

 

22 વર્ષ બાદ પહેલી જીત

ઈંગ્લેન્ડની ટીમે 17 વર્ષ પછી પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યા હતા. પહેલી ટેસ્ટમાં જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે 22 વર્ષ બાગ પાકિસ્તાનની ધરતી પર પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા વર્ષ 2000માં ઈંગ્લેન્ડની ટીમે કરાચીમાં પાકિસ્તાનને હરાવીને ટેસ્ટ સીરીઝ જીતી હતી.

 

પાકિસ્તાન સામે 343 રનનો ટાર્ગેટ હતો અને ચોથા દિવસના અંત સુધી તેમણે 2 વિકેટ ગુમાવીને 80 રનનો સ્કોર કર્યો હતો. અંતિમ દિવસે મેચ રોમાંચક થઈ હતી. પાંચમાં દિવસના પહેલા સેશનમાં પાકિસ્તાનની ટીમે સારી શરુઆત કરી હતી. પહેલા સેશનમાં આ ટીમે 1 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. બીજા સેશનમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 5 વિકેટના સાથે 257 રન બનાવ્યા હતા પણ અંતે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ થતા, ઈંગ્લેન્ડની ટીમે 74 રનથી જીત મેળવી હતી.

જો કે છેલ્લી વિકેટ માટે નસીમ શાહ અને મોહમ્મદ અલીએ 9 ઓવર સુધી ઈંગ્લેન્ડને જીતથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એવી સંભાવના હતી કે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ ડાબોડી સ્પિનર ​​જેક લીચે નસીમ શાહને નવો બોલ હાથમાં લઈને પહેલી જ ઓવરમાં LBW આઉટ કર્યો હતો.

મેન ઓફ ધ મેચ

ઓલી રોબિનસને અંતિમ સેશનમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની જીતમાં યોગદાન આપ્યુ હતુ. આખી મેચમાં 5 વિકેટ લીધી હતી.

 

Next Article