AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડમાં વધુ એક ખેલાડી થયો ઈજાગ્રસ્ત, મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ નહીં રમે

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ઈજાઓથી પરેશાન છે. હવે વધુ એક ખેલાડી ઈજાને કારણે 30 જુલાઈથી શરૂ થઈ રહેલી મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને પણ ઈંગ્લેન્ડમાં ઈજા થઈ હતી.

ઈંગ્લેન્ડમાં વધુ એક ખેલાડી થયો ઈજાગ્રસ્ત, મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ નહીં રમે
one more player injured in EnglandImage Credit source: PTI
| Updated on: Jul 29, 2025 | 9:10 PM
Share

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં ભારતના ઘ્યાન ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. હવે ઈંગ્લેન્ડમાં વધુ એક ખેલાડીના ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે. જોકે, આ ખેલાડીની ઈજાને કારણે ઈંગ્લેન્ડ અને ભારતને નહીં પરંતુ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.

ન્યુઝીલેન્ડને મોટો ઝટકો

વાસ્તવમાં, ન્યુઝીલેન્ડને ઝિમ્બાબ્વે સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેની પહેલી મેચ 30 જુલાઈથી શરૂ થઈ રહી છે. જોકે, પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. એટલું જ નહીં, આ ખેલાડીની ઈજાને કારણે ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન પણ બદલવો પડ્યો હતો.

ટોમ લાથમ પહેલી ટેસ્ટમાંથી બહાર

ઈજાને કારણે ન્યુઝીલેન્ડનો કેપ્ટન ટોમ લેથમ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે. તેને ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટમાં આ ઈજા થઈ હતી. ટોમ લેથમ બર્મિંગહામ બેયર્સ માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો અને ફિલ્ડિંગ કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. NZCએ જણાવ્યું છે કે ટોમ ટીમ સાથે રહેશે અને 7 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણપણે ફિટ થવાની અપેક્ષા છે. મિશેલ સેન્ટનર લેથમની જગ્યાએ પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે.

સેન્ટનર પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરશે

ન્યુઝીલેન્ડ ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું, ‘એ ખૂબ જ દુઃખદ છે કે ટોમ પહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં. જ્યારે પણ તમે કેપ્ટન ઈજાગ્રસ્ત હોય ત્યારે ટીમને મોટો ફટકો પડે છે. અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે તે બીજી ટેસ્ટ માટે તે ઉપલબ્ધ રહેશે. મિશેલે તાજેતરમાં હરારેમાં T20 ત્રિકોણીય શ્રેણી જીતી હતી અને તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ એક પણ મેચ હાર્યું નથી. આશા છે કે તે ટેસ્ટમાં પણ આ રીતે કેપ્ટનશીપ કરશે.’

બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે

ન્યુઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે બે ટેસ્ટ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ 7 જુલાઈથી શરૂ થશે. જોકે ટોમ લેથમ પહેલી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે નહીં, પરંતુ ટીમમાં ઘણા અન્ય મજબૂત ખેલાડીઓ છે જે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ શ્રેણી જીતી શકે છે. ઝિમ્બાબ્વે ટીમની વાત કરીએ તો, તેનું નેતૃત્વ ક્રેગ એર્વિન કરશે.

આ પણ વાંચો: ત્રણ સ્ટમ્પ અને બે બેલ્સની માયાજાળ – જાણો શું છે ICCનો નિયમ નંબર-8

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">