ODI World Cup Qualifier: 20 વર્ષીય પંજાબીએ કરી કમાલ, નેધરલેન્ડ તરફથી ફટકારી મજબૂત સદી
વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 નેધરલેન્ડ અને ઓમાન વચ્ચે રમાયેલ ICC વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચમાં વિક્રમજીત સિંહે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વનડે ક્રિકેટમાં વિક્રમજીતની આ પ્રથમ સદી હતી. વિક્રમ ODI ક્રિકેટમાં સદી ફટકારનાર નેધરલેન્ડ તરફથી 9મો બેટ્સમેન બન્યો છે.

પંજાબમાં જન્મેલા વિક્રમજીત સિંહે નેધરલેન્ડ માટે ક્રિકેટના મેદાનમાં કમાલ કરી બતાવી હતી. ઓમાન સામે ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વપૂર્ણ મેચમાં વિક્રમજીતે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. વિક્રમજીતની ઇનિંગના કારણે નેધરલેન્ડની ટીમ સ્કોર બોર્ડ પર 362 રન બનાવી શકી હતી.
This is just the start.. many more centuries to come 🏏.. @InventiveSports athlete Vikramjit Singh hits his maiden ODI century for the #Netherlands against #Oman in the #ICCWorldCupQualifiers … pic.twitter.com/0VE1K6zPXC
— Baljit Singh Rihal (@BaljitRihal) July 3, 2023
પંજાબ સાથે ખાસ સંબંધ
વિક્રમજીત સિંહનો જન્મ પંજાબના એક ગામમાં થયો હતો. જોકે, સાત વર્ષની ઉંમરે તે નેધરલેન્ડ શિફ્ટ થઈ ગયો હતો. વિક્રમજીતે ભારતમાં જ ક્રિકેટની ટેકનિક શીખી હતી. વિક્રમજીતે વર્ષ 2015, 2016, 2019 અને 2020માં ભારતમાં રહીને પોતાની બેટિંગને મજબૂત બનાવી હતી. વિક્રમજીતે ચંદીગઢમાં ગુરુસાગર ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લીધું અને તેની બેટિંગ ટેકનિક પર કામ કર્યું.
A player of the match award for a memorable maiden 💯 for Vikramjit Singh. 👏👏👏#ICCWorldCupQualifier pic.twitter.com/b9tvlUuGKd
— Cricket🏏Netherlands (@KNCBcricket) July 3, 2023
પ્રથમ ODI સદી ફટકારી
20 વર્ષીય ડાબોડી બેટ્સમેન વિક્રમજીતે વર્ષ 2019માં નેધરલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી ખેલાડીએ પાછળ વળીને જોયું નથી. વિક્રમજીતે ઓમાન સામે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. 20 ઇનિંગ્સ પછી બહાર આવેલી આ સદીમાં નેધરલેન્ડના બેટ્સમેને 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિક્રમજીતે 109 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ પણ વાંચોઃ શ્રીલંકન ખેલાડીએ તોડ્યો મિતાલી રાજનો મોટો રેકોર્ડ, હરમનપ્રીત-મંધાનાને પાછળ છોડ્યા
The delight of a maiden international ton 🤩
Vikramjit Singh is the @aramco POTM for his brilliant knock against Oman 👏 #CWC23 pic.twitter.com/1YrBFI1wO1
— ICC (@ICC) July 3, 2023
ODI સદી ફટકારનાર 9મો બેટ્સમેન
વિક્રમજીત ODI ક્રિકેટમાં સદી ફટકારનાર નેધરલેન્ડ તરફથી 9મો બેટ્સમેન બન્યો છે. ટીમ માટે ODI ક્રિકેટમાં સદી ફટકારનારા 9 બેટ્સમેનમાંથી સાત ખેલાડીઓ અન્ય દેશોના છે. આ પહેલાની મેચમાં તેજા નિદામાનુરુએ શાનદાર બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી અને નેધરલેન્ડની ટીમે મોટો અપસેટ સર્જતા કેરેબિયન ટીમને સુપર ઓવરમાં હરાવી હતી. આજની મેચમાં જીત સાથે નેધરલેન્ડની ટીમ હજી પણ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની રેસમાં યથાવત છે.