IND vs AUS : વર્લ્ડ કપમાં આજથી ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત, પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે
આ વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે વનડે શ્રેણી રમાઈ હતી અને બંને ભારતમાં રમાઈ હતી. ગયા મહિને રમાયેલી શ્રેણીમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ 7 મહિના પહેલા રમાયેલી શ્રેણીમાં સફળતા મેળવી હતી. તેમાંથી એક મેચ ચેન્નાઈમાં જ રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. હવે આ જ મેદાનમાં બંને ટીમો વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં 8 ઓક્ટોબરે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે પૂર્વ ચેમ્પિયન ટીમો પોતાન અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા (Team India) નો સામનો પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે. રોહિતની આગેવાનીમાં પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) ને હરાવી ભારતીય ટીમ વર્લ્ડ કપની વિજયી શરુઆત કરવા ઈચ્છશે.
બંને ટીમ વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે
12 વર્ષની રાહ જોવડાવ્યા બાદ વર્લ્ડકપ ભારતમાં પાછો ફર્યો છે અને 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને ફરીથી વર્લ્ડ કપ ટ્રોફી પર ભારતનું નામ લખાવવાની તક મળી છે. આ સપનાને સાકાર કરવાની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની છે, જેના માટે તેમની પાસે વિશ્વ ક્રિકેટના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ છે. સવાલ માત્ર એટલો જ છે કે શું આ તમામ ખેલાડીઓ સાથે મળીને જોરદાર પ્રદર્શન કરીને આ સપનું પૂરું કરી શકશે? તેની ઝલક ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જોવા મળશે.
ચેન્નાઈમાં હવામાન કેવું રહેશે ?
સૌ પ્રથમ, અમે ચેન્નાઈના હવામાન પર નજર રાખીશું, જે આ મેચમાં વિનાશ સર્જી શકે છે. શનિવારે સાંજે ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મેદાનને ઢાંકી દેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં રવિવારે પણ તેની દખલગીરી થવાની સંભાવના છે. જો કે, પ્રારંભિક આગાહી સૂચવે છે કે હવામાન સ્વચ્છ રહેશે અને મેચ કોઈપણ સમસ્યા વિના યોજવામાં આવશે. સ્વાભાવિક છે કે, મેદાન પર હાજર હજારો ચાહકો અને ટીવી પર જોનારા લાખો દર્શકો આશા રાખશે કે સ્થિતિ એવી જ રહેશે.
It’s a Sunday special at #CWC23 as the hosts India take on the mighty Australia in Chennai
Who’s picking up the win today? pic.twitter.com/uq0SS34CIu
— ICC (@ICC) October 8, 2023
ચેન્નાઈમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
આ વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે વનડે શ્રેણી રમાઈ હતી અને બંને ભારતમાં રમાઈ હતી. ગયા મહિને રમાયેલી શ્રેણીમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ 7 મહિના પહેલા રમાયેલી શ્રેણીમાં સફળતા મેળવી હતી. તેમાંથી એક મેચ ચેન્નાઈમાં જ રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. આ પહેલા 1987ના વર્લ્ડ કપમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા ચેન્નાઈમાં ટકરાયા હતા અને તે મેચ પણ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.
ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં
ભારતીય ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ કોઈપણ સમસ્યા વિના એશિયા કપ જીતી લીધો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી. આ બંને સિરીઝમાં લગભગ દરેક ખેલાડી ફોર્મમાં જોવા મળ્યો છે અને જો આ જ ફોર્મ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જોવા મળશે તો આવનારી મેચો માટે આત્મવિશ્વાસ રહેશે.
શુભમન ગિલ થયો બહાર
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો આંચકો ઓપનર શુભમન ગિલની ગેરહાજરી છે. ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયો છે અને તે પહેલી મેચમાં નહીં રમે. ઈન-ફોર્મ બેટ્સમેનની ગેરહાજરી ચિંતાનો વિષય છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે ઈશાન કિશનના રૂપમાં સારો વિકલ્પ છે, જે પોતે સારા ફોર્મમાં છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે તાજેતરમાં સારું પ્રદર્શન કર્યું છે.
One sleep away ⏳
Our #CWC23 Journey begins tomorrow
Send in your wishes for #TeamIndia pic.twitter.com/eNcN6WG5P9
— BCCI (@BCCI) October 7, 2023
ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે
બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સતત સારી બોલિંગ કરી રહ્યા છે, પરંતુ આ મેચમાં સિરાજ અને બુમરાહને જ તક મળશે. ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિનના રૂપમાં ત્રણ સંપૂર્ણપણે અલગ પ્રકારના સ્પિનરોનું આક્રમણ ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી બની શકે છે.
ઓસ્ટ્રેલિયા પણ પૂરી તાકાત સાથે તૈયાર
પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહી છે. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને આ મેચમાં બહાર બેસવું પડી શકે છે, જ્યારે અનુભવી લેગ સ્પિનર એડમ ઝમ્પાની ફિટનેસ પણ સવાલ ઊભો થયો છે. જોકે, ટીમ માટે મોટી રાહત એ છે કે ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની ઓપનિંગ જોડી ફુલ ફોર્મમાં છે, જ્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન પણ રન બનાવી રહ્યા છે.
વર્લ્ડ કપનો સૌથી ઘાતક બોલર ‘મિચેલ સ્ટાર્ક’
ઓસ્ટ્રેલિયાના પેસ આક્રમણ પર નજર રહેશે જે સંપૂર્ણ ફોર્મમાં નથી. જો કે, વર્લ્ડ કપ હોવાથી ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને હળવાશથી લેવો મૂર્ખતા હશે. સ્ટાર્ક છેલ્લા બે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર રહ્યો છે અને આ વખતે પણ તે આવું જ કરી શકે છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ સહિત અન્ય બોલરો તરફથી તેને કેટલો સપોર્ટ મળે છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો : MS Dhoni : વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વિશે ધોનીનું નિવેદન થયું વાયરલ, જાણો શું છે સત્ય ?
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11 :
ભારત :
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા:
પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા.