IPL 2022: કેવિન પીટરસને IPL ની બેસ્ટ ઇલેવન પસંદ કરી, ભારતના 6 ખેલાડીઓને આપ્યું સ્થાન, જાણો સંપુર્ણ લિસ્ટ

IPL Best XI : ઇંગ્લેન્ડના પુર્વ ક્રિકેટર કેવિન પીટરસને (Kevin Pietersen) IPL ની બેસ્ટ ઇલેવનમાં 6 ભારતીય ક્રિકેટરોની સાથે ઓસ્ટ્રેલિ, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટરોનો પણ સમાવેશ કર્યો છે.

IPL 2022: કેવિન પીટરસને IPL ની બેસ્ટ ઇલેવન પસંદ કરી, ભારતના 6 ખેલાડીઓને આપ્યું સ્થાન, જાણો સંપુર્ણ લિસ્ટ
kevin pietersen (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 4:40 PM

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાંથી તેની ‘શ્રેષ્ઠ XI’ પસંદ કરી છે. જેમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) સહિત 6 ભારતીયોનો સમાવેશ થાય છે. ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની સાથે ઈંગ્લેન્ડના કરિશ્માઈ બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) પણ આ યાદીમાં છે.

કેવિન પીટરસને IPL 2022 દરમિયાન બટલરના 863 રનને ઐતિહાસિક ગણાવ્યા હતા. એક જ સિઝનમાં IPL ના ઇતિહાસમાં ઈંગ્લેન્ડનો આ સ્ટાર બેટ્સમેન સૌથી વધુ રન કરવાની યાદીમાં બીજા ક્રમે રહ્યો. પીટરસને કહ્યું, “આઈપીએલ સિઝનમાં અત્યાર સુધીના બીજા સૌથી વધુ રન, સૌથી વધુ સદીઓ અને કેટલીક શાનદાર હિટ. પૃથ્વી પરનો શ્રેષ્ઠ ખેલાડી.”

તેણે કેએલ રાહુલની સિઝનને ‘શાનદાર’ ગણાવી. તેણે આ સિઝનમાં 616 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા કેવિન પીટરસને પણ કહ્યું કે, હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ તેની કેપ્ટનશિપની ભૂમિકા સારી રીતે ભજવી. તેણે 487 રન બનાવ્યા અને 8 વિકેટ પણ લીધી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પંજાબ કિંગ્સ માટે 537 રન બનાવનાર અને 6 વિકેટ ઝડપનાર ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન માટે પીટરસને કહ્યું કે “14 ઇનિંગ્સમાં 34 છગ્ગા ફટકાર્યા. તે અવિશ્વસનીય રીતે ઝડપી સ્કોર કરે છે.”

તેણે એમ પણ કહ્યું કે, ડેવિડ મિલરે આ સિઝનમાં 481 રન બનાવીને સારું પ્રદર્શન કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને 191 રન બનાવ્યા અને 12 વિકેટ લીધી. પીટરસને કહ્યું, “બેટમાં 27 થી વધુની એવરેજ અને 12 વિકેટ લેવાનો એક સારો પ્રયાસ છે.”

પીટરસન પણ સ્લોગ ઓવરોમાં રાહુલ તેવટિયાની પાવર-હિટિંગથી ખૂબ પ્રભાવિત થયો છે. કારણ કે તેણે આ સિઝનમાં તેના 217 રન સાથે અવિશ્વસનીય છાપ છોડી દીધી છે. પીટરસનની સર્વશ્રેષ્ઠ ઈલેવનમાં અન્ય ખેલાડીઓ ઝડપી બોલર ઉમરાન મલિક (22 વિકેટ), આ સિઝનના પર્પલ કેપ વિજેતા યુઝવેન્દ્ર ચહલ (27 વિકેટ) અને ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડ (20 વિકેટ) છે.

પુર્વ ઇંગ્લેન્ડ ક્રિકેટર કેવિન પીટરસને (Kevin Pietersen) કહ્યું, “તેની (ઉમરાન મલિક) પ્રભાવશાળી પેસ બોલિંગ ટોચ પર હતી. જ્યારે તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. તેણે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેકીને રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે તેને ટીમમાં જોડ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">