સચિન-ધોની નહીં આ ભારતીય ખેલાડી છે UKના PM ઋષિ સુનકના ફેવરિટ ક્રિકેટર
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું કે રાહુલ દ્રવિડ મારા પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. મને રાહુલ દ્રવિડની ટેકનિક સિવાય તેની શૈલી અને વ્યક્તિત્વ ગમે છે.
ભારતના મહાન બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે. ક્રિકેટ સાથે જોડાયેલ અને આ રમતને પસંદ કરતાં લોકો સિવાય નેતા અને અભિનેતાઓ પણ દ્રવિડના ચાહક છે. આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે જે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ લાઈમ લાઇટમાં છે.
ઈંગ્લેન્ડના વડા પ્રધાન છે ક્રિકેટ ફેન
ઈંગ્લેન્ડમાં હાલ એશિઝ અને ભારતમાં વર્લ્ડ કપની તૈયારી જોર શોરથી ચાલી રહી છે. ક્રિકેટના રંગમાં રંગાઈ ગયેલ જુલાઈ મહિનામાં ભારતીય મૂળના ઈંગ્લેન્ડના વડા પ્રધાન ઋષિ સુનકે તેના ફેવરિટ ક્રિકેટરનું નામ જણાવ્યું હતું, જે બાદ અનેક ક્રિકેટ ફેન્સ તેમની પસંદગીને લઈ ખૂબ ખુશ થયા છે.
UK Prime Minister Rishi Sunak said – “Rahul Dravid is one of my favourite players in the world, really. I loved his technique, his attitude and personality”. pic.twitter.com/qRzGFf9j5v
— CricketMAN2 (@ImTanujSingh) July 2, 2023
ઋષિ સુનકનું નિવેદન
એક કાર્યક્રમમાં ઋષિ સુનકને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટમાં બંને ટીમોની રણનીતિ અને ક્રિકેટ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે પોતાના ફેવરિટ ક્રિકેટ વિશે પણ ખુલાસો કર્યો હતો. ઋષિ સુનકે કહ્યું હતું કે રાહુલ દ્રવિડ મારા ફેવરિટ ક્રિકેટરોમાંથી એક છે.
રાહુલ દ્રવિડના ફેન છે ઋષિ સુનક
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના છે. તેમને ઈંગ્લેન્ડ અને ભારત બંને દેશની ટીમો પસંદ છે અને તેમના ફેવરિટ ક્રિકેટર રાહુલ દ્રવિડ છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે નિવેદન આપ્યું છે કે તેઓ પણ રાહુલ દ્રવિડની બેટિંગના પ્રશંસક છે. રાહુલ દ્રવિડની પર્સનાલિટી, ટેક્નિક અને એટિટ્યુડ ઋષિ સુનકને ખૂબ જ પસંદ છે.
આ પણ વાંચોઃ ODI World Cup Qualifier : 1996નું ચેમ્પિયન શ્રીલંકા, વર્લ્ડ કપ 2023 માટે થયું કવોલિફાય
UK Prime Minister Rishi Sunak said, “Rahul Dravid is one of my favourites. I really loved his technique, his attitude and personality”. pic.twitter.com/tmrN4xoTpi
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2023
સચિન તેંડુલકર વિશે કહી આ વાત
આ સાથે જ ઋષિ સુનકે ભારત પ્રવાસ દરમિયાન સચિન તેંડુલકરને લાઈવ બેટિંગ કરતો જોવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે 2008માં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ વખતે સચિનને લાઈવ રમતો જોવાનો લ્હાવો મળ્યો હતો. ચેન્નાઈ ટેસ્ટમાં સચિને શાનદાર બેટિંગ કરી હતી અને ભારતને ઈંગ્લેન્ડ સામે જીત અપાવી હતી.