MLC 2023: પ્રથમ સિઝનમાં MI બન્યુ ચેમ્પિયન, નિકોલસ પૂરનની તોફાની સદી વડે ફાઈનલમાં મેળવી જીત

Major League Cricket: મુંબઈ ઈન્ડિયન્સ ન્યુયોર્ક મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનને જીતી લીધી છે. ફાઈનલ મેચમાં નિકોલસ પૂરને જબરદસ્ત તોફાની સદી નોંધાવી હતી. પૂરને 55 બોલમાં અણનમ 137 રન ફટકારીને એક તરફી જીત અપાવી હતી.

MLC 2023: પ્રથમ સિઝનમાં MI બન્યુ ચેમ્પિયન, નિકોલસ પૂરનની તોફાની સદી વડે ફાઈનલમાં મેળવી જીત
પ્રથમ સિઝનમાં MI ચેમ્પિયન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 11:26 AM

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે મેજર લીગ ક્રિકેટથી સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની ટીમ MLC ની પ્રથમ સિઝનનુ ચેમ્પિયન બન્યુ છે. ટીમને ચેમ્પિયન બનાવવાનો સંપૂર્ણ શ્રેય નિકોલસ પૂરનને મળી રહ્યો છે. તેણે શાનદાર તોફાની સદી નોંધાવી હતી. વિકેટકીપર બેટરે ધમાલ મચાવતી બેટિંગ કરતા 13 છગ્ગા ફટકાર્યા હતા. તેની તોફાની સદીએ ટીમને સિએટલ ઓકાર્સ સામે ફાઈનલમાં જીત અપાવી હતી.

ટોસ હારીને પ્રથમ બોલિંગ કરતા MI ન્યૂયોર્કે પોતાની સામે 184 રનનુ લક્ષ્ય મેળવ્યુ હતુ. સિએટલ ઓકાર્સે 9 વિકેટ ગુમાવીને નિર્ધારીત 20 ઓવરમાં 183 રન નોંધાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. ક્વિન્ટ ડિકોકે 87 રન 52 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. ડિકોકે 4 છગ્ગાની મદદ વડે આ સ્કોર નોંધાવ્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પૂરનની સદી વડે એક તરફી જીત

MI ન્યૂયોર્કે લક્ષ્યનો પિછો કરવાની શરુઆત કરતા જ શૂન્ય રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે નિકોલસ પૂરને કેપ્ટન ઈનીંગ રમતા ધમાલ મચાવી દીધી હતી. પૂરને સંપૂર્ણ પણે જીતની જવાબદારી પોતાની ખભા પર સ્વિકારી લીધી હતી અને તેણે તોફાન મચાવી દીધુ હતુ. પૂરને 250ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 13 છગ્ગા જમાવ્યા હતા. તેણે 16 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. ત્યાર બાદ પણ તેણે આ ધમાલ મચાવવી જારી રાખી હતી.

પૂરને 55 બોલનો સામનો કરીને અણનમ 137 રન નોંધાવ્યા હતા. આમ તેણે ટી20 ક્રિકેટમાં પોતાના કરિયરનો સૌથી શાનદાર સ્કોર નોંધાવ્યો હતો. પૂરને આ ઈનીંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા અને આમ પોતાની આ ધમાલભરી ઈનીંગ વડે ફાઈનલ મેચમાં ટીમને એક તરફી જીત અપાવી હતી.

16 ઓવરમાં જ જીત મેળવી

માત્ર ત્રણ વિકેટ જ ગુમાવીને MI ન્યૂયોર્કે જીત મેળવી લીધી હતી. જેમાં સ્ટિવન ટેલરે શૂન્ય રન પર વિકેટ ગુમાવી હતી. શ્યાન જહાંગીરે 10 રન નોંધાવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસે 20 રન નોંધાવ્યા હતા અને ટિમ ડેવિડ 10 રન નોંધાવી અણનમ રહ્યો હતો. પૂરનની આગેવાની ધરાવતી ટીમે 16મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. 7 વિકેટથી શાનદાર જીત મેળવીને ટીમે ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવી હતી.

આ પણ વાંચો : Shooting: મહિલા ખેલાડી પુરુષ શુટરના રુમમાં! વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની હોટલમાં મચ્યો હંગામો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">