AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: ન્યુઝીલેન્ડના ખેલાડીએ એક હાથે પકડ્યો લાજવાબ કેચ, ઈંગ્લિશ બેટ્સમેન જોતો રહી ગયો, જુઓ Video

ટ્રેન્ટ બોલ્ટ એક વર્ષ બાદ ODI મેચ રમી રહ્યો છે. બોલ્ટે 11 સપ્ટેમ્બર 2022ના રોજ સાઉથમ્પટનમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી મેચ પહેલા ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી. બોલ્ટની આ 100મી વનડે મેચ પણ છે અને આ મેચમાં આ ડાબા હાથના ફાસ્ટ બોલરે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડને પરેશાન કરી દીધું હતું. તેની સાથે ન્યુઝીલેન્ડના અન્ય એક ખેલાડીએ શાનદાર કેચ પકડી બધાને આજની મેચમાં ચોંકાવી દીધા હતા.

ENG vs NZ: ન્યુઝીલેન્ડના ખેલાડીએ એક હાથે પકડ્યો લાજવાબ કેચ, ઈંગ્લિશ બેટ્સમેન જોતો રહી ગયો, જુઓ Video
Santner & Boult
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 10:49 PM
Share

અત્યારે બધાની નજર એશિયા કપ 2023 (Asia Cup 2023) માં કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. જો કે વરસાદને કારણે આજના દિવસની મેચ રદ્દ થઈ ગઈ છે. આ મેચ સિવાય વિશ્વના ક્રિકેટના વધુ બે મોટા હરીફ ન્યુઝીલેન્ડ (New Zealand) અને ઈંગ્લેન્ડ મેચ રમી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચેની મેચ સાઉથમ્પટનમાં રમાઈ રહી છે.

આ મેચમાં ન્યુઝીલેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે તબાહી મચાવી હતી અને ઈંગ્લેન્ડના બેટ્સમેનોની હાલત ખરાબ કરી દીધી હતી. પરંતુ બોલ્ટ સિવાય અન્ય એક ખેલાડીએ આ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. આ ખેલાડી છે મિશેલ સેન્ટનર (Mitchell Santner). જો કે, સેન્ટનર તેની બોલિંગ માટે નહીં પરંતુ તેની ફિલ્ડિંગ માટે હેડલાઇન્સમાં છે.

ટ્રેન્ટ બોલ્ટની આ 100મી ODI મેચ

ન્યુઝીલેન્ડનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ એક વર્ષ બાદ ODI મેચ રમી રહ્યો છે. આ મેચ પહેલા ટ્રેન્ટ બોલ્ટે 11 સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI મેચ રમી હતી. ટ્રેન્ટ બોલ્ટની આ 100મી ODI મેચ પણ છે.

મિશેલ સેન્ટનરનો શાનદાર કેચ

ત્રીજી ઓવરના પહેલા બોલ પર ટ્રેન્ટ બોલ્ટે જોની બેયરસ્ટોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે બોલ મિડલ સ્ટમ્પ પર ફેંક્યો. તે વન લેન્થ બોલ હતો અને બેયરસ્ટોએ તેને ઓન સાઈડથી રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ તેના બેટની બહારની કિનારી લઈને કવરમાં ગયો હતો. મિશેલ સેન્ટનર ત્યાં જ ઊભો હતો. બોલ સેન્ટનરના માથા ઉપરથી જઈ રહ્યો હતો. પરંતુ સેન્ટનેરે ઊંચો કૂદકો મારીને અને ડાબા હાથથી શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા. બેયરસ્ટો પણ વિશ્વાસ ન કરી શક્યો કે સેન્ટનરે આ કેચ કેવી રીતે લીધો.

આ પણ વાંચો : Breaking News: IND vs PAK : વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની મેચ સ્થગિત, હવે મુકાબલો રિઝર્વ ડે પર યોજાશે

બોલ્ટે તબાહી મચાવી હતી

ટ્રેન્ટ બોલ્ટે આ મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત બેટિંગને પરેશાન કરી હતી. તેણે જોની બેયરસ્ટો બાદ જો રૂટને આઉટ કર્યો હતો. જો રૂટ ખાતું પણ ખોલી સકયો નહીં. આ પછી ટ્રેન્ટ બોલ્ટેબેન સ્ટોક્સને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. સ્ટોક્સ માત્ર એક રન બનાવી શક્યો હતો. ODI ક્રિકેટમાંથી પરત ફર્યા બાદ બોલ્ટે તબાહી મચાવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">