Breaking News: IND vs PAK : વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની મેચ સ્થગિત, હવે મુકાબલો રિઝર્વ ડે પર યોજાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ સુપર 4 મુકાબલામાં વરસાદના વિઘ્ન બાદ લાંબા સમય સુધી મેચ બંધ રહ્યા બાદ આખરે મેચને રિઝર્વ ડે ના દિવસે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મેચ હવે આવતીકાલે રમાશે. આજે જે ઓવરથી મેચ રોકવામાં આવી હતી ત્યાં થી જ ફરી એકવાર આવતીકાલે મેચ શરૂ થશે. આ જ મેદાન પર કાલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે.

Breaking News: IND vs PAK : વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની મેચ સ્થગિત, હવે મુકાબલો રિઝર્વ ડે પર યોજાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 9:27 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023) માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ વરસાદને કારણે સ્થગિત કરવામાં આવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ રવિવારે 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી અને હવે તે રિઝર્વ ડે (Reserve Day) એટલે કે સોમવાર 11 સપ્ટેમ્બરે પૂરી થશે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને તેની ઈનિંગની 25મી ઓવરમાં ભારે વરસાદ (Rain) થયો હતો જેના કારણે મેચ રોકવી પડી હતી અને ફરી શરૂ થઈ શકી ન હતી. હવે સોમવારે ભારતીય દાવ તેની 25મી ઓવરથી શરૂ થશે.

હવે મેચ કાલે યોજાશે

કોલંબોમાં પહેલાથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં બીજી વખત ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાનો ખતરો હતો. આ આશંકાને કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એક વિચિત્ર નિર્ણય લીધો હતો અને સુપર-4 રાઉન્ડની આ મેચ માટે જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. આખરે આ ડર સાચો સાબિત થયો અને મેચ હવે રિઝર્વ ડે પર પૂર્ણ થશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

25મી ઓવરના પહેલા બોલ બાદ ભારે વરસાદ શરૂ થયો

મેચની શરૂઆત ખૂબ જ ખુશનુમા વાતાવરણ સાથે થઈ હતી. કોલંબોમાં દિવસે તડકો હતો અને મેચ નિર્ધારિત સમયે 3 વાગ્યે શરૂ થઈ હતી. ગત વખતની જેમ આ વખતે પણ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. કેન્ડીમાં રમાયેલી છેલ્લી મેચમાં ભારતનો દાવ પૂરો થયો હતો પરંતુ આ વખતે 25મી ઓવરના પહેલા બોલ બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. આકાશમાંથી વરસાદ એટલી ઝડપથી વરસવા લાગ્યો કે ગ્રાઉન્ડ સ્ટાફને મેદાનને સંપૂર્ણ રીતે ઢાંકવાનો સમય પણ ન મળ્યો. આવી સ્થિતિમાં પીચની નજીકનો એક ભાગ વધુ પડતા પાણીથી ભરાઈ ગયો હતો.

અમ્પાયરોએ મેચ આજે રદ્દ કરવાનો નિર્ણય લીધો

વરસાદ બંધ થયા પછી, પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફે લાંબા સમય સુધી મેદાનને સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભીના ભાગને કારણે મેચ શરૂ થઈ શકી નહીં. અમ્પાયરોએ 7.30 અને 8 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યું પરંતુ તે ભાગ સંપૂર્ણપણે સૂકો નહોતો. ત્યારપછી 8.30 વાગ્યે ઈન્સ્પેક્શન સમયે સ્થિતિ સારી જણાતી હતી અને 9 વાગ્યે મેચ શરૂ થવાની આશા હતી, પરંતુ ત્યાર બાદ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ આજે રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો અને હવે મેચ બીજા દિવસે રિઝર્વ ડે પર રમાશે.

આ પણ વાંચો : IND vs PAK : 6,6,4,6,4 રોહિત શર્માએ શાદાબ ખાનની બોલિંગની ઉડાવી મજાક, પાકિસ્તાની બોલર ચહેરો છુપાવતો જોવા મળ્યો

ગિલ-રોહિતે વરસાદ પહેલા મચાવી તબાહી

રિઝર્વ-ડેના નિયમો અનુસાર, મેચ બીજા દિવસે તે જ જગ્યાએથી શરૂ કરવામાં આવશે જ્યાં તે રોકાઈ હતી. એટલે કે ભારતીય ટીમ 24.1 ઓવર પછી રમવાનું શરૂ કરશે અને તેની ઈનિંગની આખી 50 ઓવર રમશે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ટીમની ઇનિંગની આગેવાની કરશે. રાહુલ 17 રન અને કોહલી 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ બંને પહેલા, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે, પાછલી નિષ્ફળતામાંથી બહાર નીકળીને પાકિસ્તાની ઝડપી બોલરોને ફટકાર્યા હતા. બંનેએ મળીને માત્ર 16.4 ઓવરમાં 121 રન ઉમેર્યા હતા. રોહિત 56 રન બનાવીને આઉટ થયો હતો અને ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">