AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Australia 1st ODI : વિશ્વની ટોપ ટીમ વચ્ચે આવતીકાલથી વનડેમાં થશે જંગ, જાણો વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ

Wankhede Stadium Mumbai : ત્રણ મેચની વનડે સિરીઝમાં બંને ટીમ વચ્ચે ટોપ પર રહેવા માટે જંગ થશે. ચાલો જાણી બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ. સાથે જાણીએ વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ.

India Vs Australia 1st ODI : વિશ્વની ટોપ ટીમ વચ્ચે આવતીકાલથી વનડેમાં થશે જંગ, જાણો વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ
India Vs Australia 1st ODI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 7:55 PM
Share

પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા પારિવારિક વ્યસ્તતાને કારણે નહીં રમશે. તેને સ્થાને ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પ્રથમ વાર ભારતની ધરતી પર વનડેની કેપ્ટનશીપ કરશે. શ્રેયસ અય્યર ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. ત્રણ મેચની વનડે સિરીઝમાં બંને ટીમ વચ્ચે ટોપ પર રહેવા માટે જંગ થશે. ચાલો જાણી બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ. સાથે જાણીએ વાનખેડે સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી જીત અને ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કવોલિફાઈ થયા બાદ હવે ભારતીય ટીમની નજર વનડેમાં નંબર 1 બની રહેવા પર હશે. આવતી કાલે 17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરુઆત થવા જઈ રહી છે. આ ત્રણ મેચની વનડે સિરીઝ ભારતીય ટીમ માટેની વનડે વર્લ્ડ 2023ની તૈયારી તરીકે છે.

પિચ રિપોર્ટ

વાનખેડે સ્ટેડિયમ પિચ રિપોર્ટ – વાનખેડે ખાતેની વિકેટોએ ઝડપી બોલરોને પ્રારંભિક સહાય કરી શકે છે અને રમત આગળ વધવાની સાથે સ્પિનરોને મદદ કરી છે. આ પિચ પર 2015ની એક મેચ સિવાય ઘણી બધી ઉચ્ચ-સ્કોરિંગ મેચ જોવા મળી નથી. આ પિચ પર 250થી વધારે સ્કોર થઈ શકે છે.

વેધર રિપોર્ટ

તાપમાન 32 C સાથે તાપ અને ખૂબ ભેજવાળુ રહેશે, પરંતુ રમતના કલાકો દરમિયાન ઓછામાં ઓછા 29 C સાથે સાંજે થોડું ઠંડું રહેશે. ત્યારે મેચના દિવસે અને મેચની આગળના સમયમાં હળવા વરસાદની અપેક્ષા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે મેચ પર મોટી અસર કરી શકે છે.

ત્રણ મેચની વનડે સિરીઝ

  • 17મી માર્ચ, 2023 (શુક્રવાર) -ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડે- વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)- બપોરે 1:30
  • 19મી માર્ચ, 2023 (રવિવાર) -ભારત vs ઓસ્ટ્રેલિયા બીજી વનડે- ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ)- બપોરે 1:30
  • 22મી માર્ચ, 2023 (બુધવાર) -ભારત vs ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે- એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ) -બપોરે 1:30

ટોપ પર રહેવા માટે થશે જંગ

ત્રણ વર્ષ બાદ ભારતની ધરતી પર ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાશે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાઈ હતી. આ વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. હાલમાં ભારતીય ટીમ વનડે આઈસીસી રેંકિગમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 2 પોઈન્ટના અંતરથી બીજા સ્થાને છે. ત્રણ મેચની વનડે સિરીઝમાં બંને ટીમ વચ્ચે ટોપ પર રહેલા માટે જંગ થશે.

ભારતની ધરતી પર હેડ ટુ હેડ રેકોર્ડ

ભારતની ધરતી પર ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 64 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 29 મેચમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમે 30 મેચમાં જીત મેળવી છે. જ્યારે 5 મેચ પરિણામ વગરની રહી હતી.

ભારત vs ઓસ્ટ્રેલિયા ODI: સૌથી વધુ રન

  • સચિન તેંડુલકર: 71 મેચ, 3077 રન, 44.59 એવરેજ
  • રોહિત શર્મા: 40 મેચ, 2208 રન, 61.33 એવરેજ
  • રિકી પોન્ટિંગઃ 59 મેચ, 2164 રન, 40.07 એવરેજ
  • વિરાટ કોહલી: 43 મેચ, 2083 રન, 54.81 એવરેજ
  • એમએસ ધોની: 55 મેચ, 1660 રન, 44.86 એવરેજ

ભારત vs ઓસ્ટ્રેલિયા ODI: સૌથી વધુ વિકેટ

  • બ્રેટ લી: 32 મેચ, 55 વિકેટ, 21.00 એવરેજ
  • કપિલ દેવઃ 41 મેચ, 45 વિકેટ, 27.68 એવરેજ
  • મિશેલ જોન્સન: 27 મેચ, 43 વિકેટ, 26.06 એવરેજ
  • સ્ટીવ વો: 53 મેચ, 43 વિકેટ, 29.46 એવરેજ
  • અજીત અગરકર: 21 મેચ, 36 વિકેટ, 28.41 એવરેજ

બંને ટીમના ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયાની ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, લોકેશ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">