T20 World Cup 2026 : નેપાળ અને ઓમાને T20 વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય, બીજી વાર ટુર્નામેન્ટમાં લેશે ભાગ
નેપાળ અને ઓમાન 2026ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે. ઓમાન અને નેપાળ બંને બીજી વખત આ ટુર્નામેન્ટમાં રમશે.

નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ 2026 ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવનારી 19મી ટીમ બની હતી. આ ટીમ ઉપરાંત, ઓમાન પણ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે.
નેપાળ-ઓમાન T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાય
નેપાળ અને ઓમાન બીજી વખત T20 વર્લ્ડ કપમાં રમશે. બંને ટીમોએ 2024માં યોજાયેલ T20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભાગ લીધો હતો. T20 વર્લ્ડ કપ આવતા વર્ષે 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે.
Oman punch their ticket to next year’s ICC Men’s #T20WorldCup ️
More ➡️ https://t.co/6k9k6Roo9t pic.twitter.com/bZ0kjf25iS
— ICC (@ICC) October 15, 2025
નેપાળનું પ્રભાવશાળી પ્રદર્શન
નેપાળે અત્યાર સુધી ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા અને EAP ક્વોલિફાયર્સમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. નેપાળની ટીમે તેની ચારેય ક્વોલિફાયર મેચ જીતી છે. નેપાળે કતારને પાંચ રનથી અને UAEને એક રનથી હરાવ્યું હતું. નેપાળે જાપાનને પાંચ વિકેટથી અને કુવૈતને પણ 58 રનથી હરાવ્યું હતું. વધુમાં, નેપાળે T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ નેપાળનો કોઈ ફૂલ નેશન ક્રિકેટ ટીમ સામે પ્રથમ T20I શ્રેણી વિજય હતો.
નેપાળના T20 સ્ટાર્સ
નેપાળના T20 સ્ટાર્સની વાત કરીએ તો, કુશલ ભૂર્તેલ છેલ્લા વર્ષમાં સૌથી વધુ 565 રન બનાવી ચુક્યો છે. આસિફ શેખે 379 રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન રોહિત પૌડેલ પણ 372 રન બનાવી ચુક્યો છે. બોલિંગમાં, લેગ-સ્પિનર સંદીપ લામિછાને 19 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લીધી છે. સોમપાલ કામીએ 14 અને નંદન યાદવે 13 વિકેટ લીધી છે.
Nepal are on their way to the ICC Men’s #T20WorldCup 2026 ✈️
More ➡️ https://t.co/6k9k6Roo9t pic.twitter.com/txxuXBQFAk
— ICC (@ICC) October 15, 2025
T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ટીમો
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઈટાલી, નેધરલેન્ડ, નામિબિયા, ઝિમ્બાબ્વે, ઓમાન, નેપાળ.
આ પણ વાંચો: IND vs AUS: રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્લેઈંગ-11 માંથી બહાર, ચોંકાવનારો નિર્ણય
