Ashes : લોર્ડ્સ ટેસ્ટમાં નાથન લિયોને રચ્યો ઇતિહાસ, આવું કરનાર વિશ્વનો છઠ્ઠો ક્રિકેટર બન્યો
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોને વિશેષ સિધ્ધી હાંસલ કરી હતી અને ગાવસ્કર-કૂકની ખાસ કબલમાં પ્રવેશ કર્યો હતો.
નાથન લિયોને બીજી ટેસ્ટમાં લોર્ડ્સના મેદાન પર પગ મૂકતાની સાથે જ એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તેણે સતત 100 ટેસ્ટ રમવાની સિધ્ધી મેળવી હતી. આ પહેલા એજબેસ્ટન ટેસ્ટમાં નાથને બંને ઇનિંગ્સમાં કુલ 4-4 વિકેટ લીધી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 150 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટ મેચમાં તેની પાસેથી વધુ વિકેટની અપેક્ષા છે. એજબેસ્ટન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 2 વિકેટથી હરાવ્યું અને ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે.
સતત 100 ટેસ્ટ મેચ રમનાર છઠ્ઠો ખેલાડી
નાથન લિયોન સતત 100 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મેદાન પર ઉતરતાની સાથે જ આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તે એલિસ્ટર કૂક અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોની ખાસ ક્લબમાં સામેલ થયો હતો. નાથન લિયોને સતત રમેલી 99 ટેસ્ટમાં 419 વિકેટ ઝડપી છે. જ્યારે અત્યારસુધીની ટેસ્ટ કારકિર્દીમાં લિયોને 121 ટેસ્ટમાં 495 વિકેટ ઝડપી છે.
💯 consecutive Tests!
Nathan Lyon is in elite company ✨
More ➡️ https://t.co/N44HVHxuxB pic.twitter.com/j5lFP2pysU
— ICC (@ICC) June 28, 2023
નાથન લિયોને અશ્વિનને પાછળ છોડ્યો
નાથન લિયોને વર્ષ 2013 પછી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધા હતા. રવિચંદ્રન અશ્વિને વર્ષ 2013 પછી 76 ટેસ્ટ મેચમાં 383 વિકેટ લીધી છે જેને નાથન લિયોને ઓવર ટેક કર્યો હતો.
આ પણ વાંચોઃ Lords Test : ચાલુ મેચમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, જોની બેયરસ્ટોએ ઉપાડીને બહાર કાઢ્યો, જુઓ Video
Nathan Lyon will be playing his 100th consecutive Test match – the only spinner in history to achieve this feat.
He’s also just 5 wickets away from 500 Test wickets – a legend! pic.twitter.com/ej0OvpTjT8
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2023
સળંગ સૌથી વધુ ટેસ્ટ રમનાર ખેલાડીઓ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સૌથી વધુ ટેસ્ટ મેચ રમાનાર ક્રિકેટરોમાં ટોપ પર ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન અને ઓપનર એલિસ્ટર કૂક છે. કૂકે વર્ષ 2006 થી 2018 દરમિયાન સતત 159 ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ તરફથી રમી હતી. ત્યારબાદ બીજા ક્રમે 153 ટેસ્ટ સાથે એલન બોર્ડર અને ત્રીજા ક્રમે 107 મેચ સાથે માર્ક વો આ લિસ્ટમાં ટોપ-3 માં છે. સતત સૌથી વધુ ટેસ્ટ રમવા મામલે ચોથા ક્રમે ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર છે, તેમણે વર્ષ 1975 થી 1987 દરમિયાન સતત 106 ટેસ્ટ મેચ રમી હતી. પાંચમા ક્રમે 101 મેચ સાથે ન્યુઝીલેન્ડનો આક્રમક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ છે.