AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lords Test : ચાલુ મેચમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, જોની બેયરસ્ટોએ ઉપાડીને બહાર કાઢ્યો, જુઓ Video

એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થયાની પાંચ મિનિટની અંદર જ લોર્ડ્સના મેદાન પર મોટો ડ્રામા જોવા મળ્યો હતો, જેના કારણે મેચને થોડો સમય માટે રોકવી પડી હતી.

Lords Test : ચાલુ મેચમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, જોની બેયરસ્ટોએ ઉપાડીને બહાર કાઢ્યો, જુઓ Video
Jonny Bairstow
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 6:00 PM
Share

એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં માત્ર 5 મિનિટમાં જ એવા દ્રશ્યો જોવા મળ્યા, જેણે બધાને ચોંકાવી દીધા હતા. બીજી ટેસ્ટ મેચ ગુરુવારે લંડનના લોર્ડ્સના મેદાનમાં શરૂ થઈ હતી અને મેચમાં માત્ર 5 મિનિટ જ થઈ હતી અને બે પ્રદર્શનકારી મેદાનમાં ઘૂસી ગયા હતા. સ્થિતિ એવી બની કે ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ એક પ્રદર્શનકારીને જાતે જ ઉપાડીને મેદાનની બહાર કરી દીધો હતો.

બે વિરોધીઓ મેદાનમાં પ્રવેશ્યા

આ દ્રશ્ય મેચના પહેલા જ દિવસે લોર્ડ્સમાં બન્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને જેમ્સ એન્ડરસનને ઇનિંગની પ્રથમ ઓવર મળી હતી. બીજી ઓવરની રમત શરૂ થવાની જ હતી ત્યારે ‘જસ્ટ સ્ટોપ ઓઈલ’ સંસ્થાના બે પ્રદર્શનકારીઓ મેદાનમાં પ્રવેશ્યા હતા. બંનેએ પિચને બગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો પ્લાન સફળ ન થઈ શક્યો.

બેયરસ્ટોએ વિરોધ કરનારને બહાર કાઢ્યો

આ બંને પ્રદર્શનકારીઓ મેદાન પર અને ખાસ કરીને પીચ પર ઓરેન્જ પાઉડર પેઇન્ટ કરવા માંગતા હતા, પરંતુ તેમાંથી એકને મેદાનના સુરક્ષાકર્મીઓએ પીચની નજીક પહોંચતા પહેલા જ પકડી લેવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવિક દૃશ્ય પિચની બીજી બાજુ જોવા મળ્યું હતું, જ્યાં વિકેટકીપર બેયરસ્ટોએ મામલો પોતાના હાથમાં લીધો હતો. બેયરસ્ટોએ પોતે બીજા વિરોધીને રોક્યો અને તરત જ તેને તેના હાથથી પકડી લીધો. તેણે પોતે જ તેને ઉપાડીને બાઉન્ડ્રીની બહાર કરી દીધો, જ્યાં સુરક્ષાકર્મીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો.

મેચ થોડા સમય માટે રોકવામાં આવી

પ્રશંસકોને બેયરસ્ટોની પ્રદર્શનકારીને ઉપાડીને બહાર કરવાની રીત પસંદ પડી હતી અને બેયરસ્ટોને દર્શકોએ તાળીઓ વગાડી બિરદાવ્યો હતો. આ સાથે જ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. યુઝર્સે બેયરસ્ટોના ખૂબ વખાણ કર્યા હતા. આ ઘટના બાદ થોડું પેઇન્ટ હજુ પણ જમીન પર ઢોળાયેલું હતું, જેને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ઝડપથી સાફ કરવામાં આવ્યું હતું અને મેચ શરૂ થઈ શકી હતી.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા પત્ની રિવાબા સાથે આશાપુરા મંદિરની મુલાકાત લીધી, જુઓ ફોટો

ફૂટબોલ-ટેનિસ મેચથી લઈ મ્યુઝિયમમાં કર્યો વિરોધ

હકીકતમાં, આ સંગઠન છેલ્લા 3-4 વર્ષથી યુરોપ સહિત ઘણા પશ્ચિમી દેશોમાં આ રીતે વિરોધ કરી રહ્યું છે. તેના સભ્યો વિશ્વભરમાં તેલનો ઉપયોગ બંધ કરવાની માગણી માટે વિચિત્ર રીતે વિરોધ- પ્રદર્શન કરી રહ્યા છે. ફૂટબોલથી લઈને ટેનિસ સુધીની મોટી ટુર્નામેન્ટમાં તેના કાર્યકરો, મેચની મધ્યમાં પ્રવેશ કરીને પ્રદર્શન કર્યું છે. ઘણા પ્રખ્યાત મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીઓમાં પણ આ લોકો ઓરેન્જ પાવડર પેઇન્ટથી વસ્તુઓ બગાડી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">