AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik-Natasa Wedding : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ડાન્સ સાથે કરી ગ્રાન્ડ એન્ટ્રી, જુઓ Viral Video

Natasa Hardik Wedding: એક્ટ્રેસ નતાશા અને ક્રિકેટર હાર્દિકે (Natasa Stankovic and Hardik Pandya) ઉદયપુરમાં ફરી એકવાર લગ્ન કર્યા છે. આ કપલના લગ્નનો એક બીટીએસ વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ડાન્સ કરતા વેન્યુમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Hardik-Natasa Wedding : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ડાન્સ સાથે કરી ગ્રાન્ડ એન્ટ્રી, જુઓ Viral Video
Hardik Natasa Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:21 PM
Share

Natasa Stankovic and Hardik Pandya Wedding Video: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના દિવસે ઉદયપુરમાં એક ખ્રિસ્તી સેરેમની અનુસાર ફરી લગ્ન કર્યા છે. કપલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ડ્રીમી વેડિંગનું સપનું પૂર્ણ કર્યું છે. ક્રિકેટર હાર્દિક અને નતાશાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. ઉદયપુરમાં હાર્દિક અને નતાશાના લગ્નનો બીટીએસ વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નતાશા અને હાર્દિકના વેડિંગનો બીટીએસ વીડિયો

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

આ વીડિયોમાં નતાશા અને હાર્દિકના લગ્નની એક ઝલક જોવા મળી છે. કપલે મોટા પાર્ટી લોનમાં વ્હાઈટ કાર્પેટ પર કપલે એકબીજાનો હાથ પકડીને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા બ્લેક કલરના સૂટમાં ખૂબ જ સુંદર દેખાતો હતો.

બ્રાઈડ નતાશા સ્ટેનકોવિક ફુલ સ્લીવ્ઝ થાઈ-હાઈ સ્લીટ વ્હાઈટ વેડિંગ ગાઉનમાં અને ડ્રોપ-ડેડ-ગોર્જિયસ દેખાતી હતી. નતાશાએ સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ અને મેચિંગ એરિંગ્સ કૈરી કરી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ ડાન્સ કરતા એન્ટ્રી કરી રહ્યું છે. બ્રાઈડમેડ્સ અને ગ્રુમ્સમેન કપલની પાછળ ચાલતા જોવા મળે છે.

હાર્દિકે શેયર કરી લગ્નની તસવીરો

હાર્દિકે તેના ઈન્સ્ટા પર નતાશા સાથેના લગ્નની તસવીરો પણ શેયર કરી હતી. નતાશા સ્ટેનકોવિક સાથેના લગ્નની તસવીરો શેર કરતા ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનને પુનરાવર્તિત કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે છે. કપલની તસવીરોને જોરદાર લાઈક મળી રહી છે.

આ પણ વાંચો : Hardik Natasa Wedding: વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં હાર્દિક-નતાશાએ ફરી કર્યા લગ્ન, શેયર કર્યા ફોટા

નતાશા-હાર્દિકનો 3 વર્ષનો પુત્ર પણ લગ્નમાં થયો સામેલ

નતાશા અને હાર્દિકનો 3 વર્ષનો પુત્ર અગસ્ત્ય પણ તેના માતા-પિતાના લગ્નમાં હાજર રહ્યો હતો. હાર્દિક અને નતાશાએ 31 મે, 2020 ના રોજ એક ફંક્શનમાં લગ્ન કર્યા હતા. કપલે જુલાઈ 2020 માં તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. નતાશા અને હાર્દિક અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરે છે અને કપલ ગોલ સેટ કરવાની કોઈ તક છોડતા નથી. હાલમાં ફેન્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">