AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાસિર હુસૈનની 2018ની ટ્વીટ બની ચર્ચાનો વિષય, જેમિમા રોડ્રિગ્સ પર તેની આગાહી સાચી સાબિત થઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2025ના વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી છે અને ટીમની યુવા સ્ટાર જેમિમા રોડ્રિગ્સ હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. તેના અદ્ભુત ફોર્મ સાથે એક જુની ફોટો પણ ફરી ચર્ચામાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનની 2018ની ટ્વીટ વાયરલ થઇ રહી છે, જેમાં તેમણે આગાહી કરી હતી કે “આ છોકરી ભવિષ્યમાં ભારતની સ્ટાર બનશે.” હવે એ આગાહી સાચી સાબિત થઈ રહી છે.

નાસિર હુસૈનની 2018ની ટ્વીટ બની ચર્ચાનો વિષય, જેમિમા રોડ્રિગ્સ પર તેની આગાહી સાચી સાબિત થઈ
Jemimah Rodrigues & Nasser HussainImage Credit source: X/Nasser Hussain
| Updated on: Nov 01, 2025 | 11:08 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં 2025 મહિલા વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ લખવા તૈયાર છે. આ સફળતાના સફરમાં અનેક ખેલાડીઓએ યોગદાન આપ્યું છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જેમિમા રોડ્રિગ્સની થઈ રહી છે. તેના શાનદાર પ્રદર્શન બાદ હાલમાં સોશિયલ મીડિયા પર એક જુની ટ્વીટ ફરી વાયરલ થઈ રહી છે. જે 2018ની છે અને તે લખી હતી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને.

નાસિર હુસૈનની ટ્વીટ વાયરલ

18 એપ્રિલ 2018ના રોજ નાસિર હુસૈને ટ્વીટ કરી હતી કે, “આ છોકરીને જોતા જ લાગે છે કે તે ભવિષ્યમાં ભારત માટે મોટી સ્ટાર બનશે.” તે સમયે જેમિમા માત્ર 17 વર્ષની યુવા ખેલાડી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શરૂઆત કરી રહી હતી. ઘણા લોકો માટે તે માત્ર નવું નામ હતી, પરંતુ નાસિર હુસૈનની આ આગાહી આજે સાચી સાબિત થઈ રહી છે. 2025ના વર્લ્ડ કપ દરમિયાન જેમિમાએ અદ્ભુત બેટિંગ કરી ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

નાસિર હુસૈનની આગાહી સાચી સાબિત થઈ

ટુર્નામેન્ટ દરમિયાન જેમિમાએ સતત શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ગ્રૂપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ સામે તેની ફિફ્ટી ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી, જ્યારે સેમિફાઈનલમાં દબાણની પરિસ્થિતિમાં તેની શાંત અને સમજદારીભરી ઈનિંગે ભારતને ફાઈનલ સુધી પહોંચાડ્યું. તેની ટેકનિક, આત્મવિશ્વાસ અને ટીમ માટે જીતની ચાહ ભારતીય ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા

હાલમાં જેમિમા રોડ્રિગ્સ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં છે. ચાહકો નાસિર હુસૈનની 2018ની ટ્વીટને શેર કરીને લખી રહ્યા છે કે “નાસિર સાચા ફોરકાસ્ટર નીકળ્યા!” કારણ કે જેમિમા હવે ખરેખર ભારતની મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બની ગઈ છે. ઘણા ક્રિકેટ વિશ્લેષકો માને છે કે જેમિમાની સાથે ભારતીય મહિલા ક્રિકેટનો નવો યુગ શરૂ થયો છે.

ફાઈનલ મેચમાં જેમિમા પર સૌની નજર

રવિવારે નવી મુંબઈમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ફાઈનલ મેચમાં જેમિમા પર સૌની નજર છે. જો તે ફરી એકવાર પોતાના બેટથી ચમત્કાર કરશે, તો ભારત પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીતશે. આ સિદ્ધિ માત્ર ભારતીય ટીમ માટે નહીં, પરંતુ નાસિર હુસૈનની 2018ની આગાહી માટે પણ એક પ્રતીકાત્મક જીત બની રહેશે.

આ પણ વાંચો: IND W vs SA W Final: વર્લ્ડ કપ ફાઈનલમાં વરસાદ ખલનાયક બનશે? નવી મુંબઈમાં આવું રહેશે હવામાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">