ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ કોના પર ઉડાવશે કરોડો રુપિયા, આ ખેલાડી પર રહેશે નજર
આઈપીએલ ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સ પર સૌ કોઈની નજર છે. આ ટીમે ઓક્શન પહેલા જ કેપ્ટન બદલી નાંખ્યો છે. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને જવાબદારી આપવામાં આવી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ વખતે ક્યાં ખેલાડીને ખરીદે છે તેના પર સૌની નજર રહેશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના મિની ઓક્શનમાં 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાશે. ઓક્શન પહેલા સૌથી વધુ ચર્ચા થઈ રહી છે મુંબઈ ઈન્ડિયન્સની જે રીતે ટીમે પોતાનો કેપ્ટન બદલયો છે અને રોહિત શર્માને છુટો કર્યો છે. ઓક્શનમાં જોતા પહેલા જોવાનું રહેશે કે, આ ટીમની રણનીતિ શું હશે.
મુંબઈ ઈન્ડિયન્સ સામે પડકાર
પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે પડકાર એ છે કે નવી સિઝન માટે કોમ્બિનેશન કેવી રીતે તૈયાર કરવું અને સાથે જ કેપ્ટનશિપને લઈને ચાલી રહેલી ચર્ચાને પણ પાછળ છોડી દે. મુંબઈ ઈન્ડિયન્સે હરાજી પહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, જેને ગુજરાત ટાઈટન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સનું સ્કવોડ
હાર્દિક પંડ્યા કેપ્ટન, રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહાલ વઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પિયુષ ચાવલા, આકાશ મઢવાલ, જેસન બેહરનડોફ, હાર્દિક પંડ્યા અને રોમારિયો શેફર્ડ
View this post on Instagram
આ ટીમના પર્સમાં હાલમાં કુલ 17.75 કરોડ રૂપિયા છે, ટીમને તેનો સ્લોટ ભરવા માટે 8 ખેલાડીઓની જરૂર છે. આમાં 4 વિદેશી ખેલાડીઓને ભરી શકાય છે. મુંબઈએ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ટ્રેડ કર્યો હતો, હવે તે એક મોટા ઓલરાઉન્ડરને ઉમેરવાનો પ્રયાસ કરશે.
મુંબઈએ આ ખેલાડીઓને રિલીઝ કર્યા
જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુયાન યાનસેન, રિચર્ડસનસ, રિલે મેરેડિથ,ક્રિસ જોર્ડન, અરશદ ખાન, રમનદીપ સિંહ, ઋતિક શૌકીન, રાધવ ગોયલ, સંદીપ વોરિયર
નવા કેપ્ટનના નેતૃત્વમાં ફરીથી ટ્રોફી જીતવાના પ્રયાસો
જો આઈપીએલના ઈતિહાસમાં મુંબઈની વાત કરીએ તો આ ટીમ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ રહી છે. મુંબઈએ રોહિત શર્માના નેતૃત્વમાં પાંચ વખત ખિતાબ જીત્યો છે, જેમાં 2013, 2015, 2017, 2019 અને 2020ની સીઝનનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ટીમ એકપણ ટાઇટલ જીતી શકી નથી તેથી હવે નવા કેપ્ટનના નેતૃત્વમાં ફરીથી ટ્રોફી જીતવાના પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો : આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સમાંથી વધુ એક સ્ટાર ખેલાડી લેશે વિદાય ? COOએ કર્યો મોટો ખુલાસો
