MS Dhoni ટેનિસમાં ચેમ્પિયન બન્યા બાદ મોટા સમાચાર, ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી!

ધોની (MS Dhoni )હારને જીતમાં ફેરવે છે. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મેદાન પર ઉતરે છે. અને, આમાંના કેટલાક ઇરાદાઓ સાથે, તેણે રાંચીમાં રમાયેલી ટેનિસ ટુર્નામેન્ટ જીતી.

MS Dhoni ટેનિસમાં ચેમ્પિયન બન્યા બાદ મોટા સમાચાર, ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી!
MS Dhoni ટેનિસમાં ચેમ્પિયન બન્યા બાદ મોટા સમાચારImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 1:02 PM

ક્રિકેટનું મેદાન કે ટેનિસ કોર્ટ પછી તે ફૂટબોલનું મેદાન હોય કે અન્ય કોઈ રમતનું મેદાન. જો એમએસ ધોની હોય તો હારનો પ્રશ્ન જ નથી. જ્યાં ધોની ત્યાં જીત છે. ધોની હારને જીતમાં ફેરવે છે. ધોની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મેદાન પર ઉતરે છે. અને, આમાંના કેટલાક ઇરાદાઓ સાથે, તેણે રાંચીમાં રમાયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં જીત મેળવી હતી. તેણે JSCA ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જીત મેળવીને ટાઇટલ કબજે કર્યું હતું.

JSCA ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલ ટક્કર 10 નવેમ્બરના રોજ રમાવાની હતી પરંતુ ખરાબ લાઈટિંગના કારણે તે દિવસે માત્ર એક જ મેચ રમાઈ હતી. ત્યારબાદ એ નક્કી થયું કે. આગામી મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ધોની પહેલા સેટમાં તો આગળ હતો બીજા સેટમાં તેણે જીત સાથે ખિતાબ પર કબ્જો કર્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટેનિસમાં પણ ધોની ચેમ્પિયન

ધોની JSCA ટેનિસ ટૂર્નામેન્ટની ડબલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. સુમિત બજાજ તેનો પાટનર હતો. જેની સાથે મળી ધોનીએ ટેનિસ કોર્ટ પર પોતાને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી લખી. ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધોની અને બજાજની જોડીએ રોહિત અને વિનીતની ટીમને સીધા સેટમાં હરાવ્યા હતા.

ચેમ્પિયન બનતા જ છવાયો ધોની

ધોનીના ચાહકો માટે તેનું ટેનિસ ટૂર્નામેન્ટમાં જીતવું એક ખુશીની વાત છે. ત્યારબાદ જે સમાચારો સામે આવ્યા છે તે વધુ શાનદાર છે. ઈંગ્લેન્ડની એક વેબસાઈટ ટેલીગ્રાફ મુજબ ધોનીની ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થઈ શકે છે. અહેવાલો છે કે, બીસીસીઆઈએ ભારતીય ટીમ માટે ધોનીના અનુભવ અને સેવાઓનો ફાયદો ઉઠાવવા વિશે વિચારી રહી હતી.જેથી ટીમ ICC ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમી શકે.

શક્ય છે કે, ધોની જ્યારથી આઈપીએલમાંથી રિટાયર થશે તો ત્યારબાદ બીસીસીઆઈ તેની સાથે વાત કરી શકે છે. ધોનીનો રોલ કાંઈ ખાસ ખેલાડીઓ માટે ફાયદો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ટી20 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">