MS Dhoni Video: ધોની થશે રિટાયર? અડધી મિનિટના વિડિયોએ વધારી ધડકન
MS Dhoni Retirement: ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 નુ ટાઈટલ જીત્યુ હતુ. ચેમ્પિયન બન્યા બાદ ધોનીએ બતાવ્યુ હતુ કે, ફિટ રહેશે તો આગામી સિઝનમાં રમવા માટે ઉતરશે.
ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 ટાઈટલ જીત્યુ હતુ. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને અમદાવાદમાં હરાવીને પાંચમીં વાર ટાઈટલ જીતવામાં ધોનીની ટીમ સફળ રહી હતી. ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. ધોની સેના હવે સૌથી આગળ થવા ઈચ્છશે, આ માટે ધોની આગામી સિઝનમાં રમવા માટે મેદાને ઉતરે એ જરુરી છે. ફાઈનલ મેચ બાદ ધોનીએ બતાવ્યુ હતુ કે, તે ફિટ રહેશે તો આગામી સિઝનમાં રમવા માટે ઉતરશે. જોકે આમ છતાં ધોનીના ચાહકોમાં તેની નિવૃત્તીને લઈ ચિંતા સતાવી રહી છે.
જોકે આ દરમિયાન એક વિડીયોએ ધોનીના ચાહકો અને ચેન્નાઈ સુપર કિંગ્સની ચિતા વધારી મુકી છે. 33 સેકન્ડ્સને વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે વિડીયોએ ચાહકોની ધડકન વધારી દીધી છે. આમ ધોનીને લઈ આગામી સિઝનમાં રમવા માટે મેદાને ના ઉતરે ત્યાં લગી રાહ જોવી પડશે.
! #CHAMPION5 #WhistlePodu #Yellove pic.twitter.com/yw9sv30xLz
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
વિડીયો થવા લાગ્યો વાયરલ
મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણેક વર્ષ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો હતો. ત્યારબાદથી ભારતીય ક્રિકેટ ટીમના મહત્વના ખેલાડીને લઈ ચર્ચાઓ જારી રહી હતી. જેમાં સૌથી મોટો સવાલ એ જ રહ્યો હતો કે, આગામી સિઝનમાં ધોની ફરી રમવા માટે મેદાને ઉતરશે કે કેમ. ધોનીના ચાહકોને આ સિઝન તેના માટે અંતિમ હોવાનુ લાગી રહ્યુ હતુ. જોકે હવે ચેન્નાઈ સુપર કિંગ્સે એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
Kicking off the week in style! ⚽️#WhistlePodu #Yellove @msdhoni pic.twitter.com/Ch7nkD5Wet
— Chennai Super Kings (@ChennaiIPL) June 12, 2023
આ વિડીયોમાં ધોની સીડીઓ ચડતી વેળા તે પેવેલિયન પરત ફરી રહ્યો છે. વિડીયોામાં ધોનીની સાથે અનેક તસ્વીરો પણ દર્શાવવામાં આવી છે. ધોનીની અનેક તસ્વીરો વિડીયોમાં જોવા મળી રહી છે. તો વળી ચેન્નાઈએ વિડીયો શેર કરવા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, ઓ કેપ્ટન, માય કેપ્ટન!
Oh Captain, My Captain! #WhistlePodu #Yellove @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
આમ ધોનીના પેવેલિયન પરત ફરવાના વિડીયોની કેપ્શનને લઈ કેટલાક લોકો ભાવુક બની ચૂક્યા છે. ચાહકોને પણ એ વાતનો ડર સતાવવા લાગ્યા કે, હવે ધોની આગામી સિઝનમાં મેદાનમાં ઉતરી શકશે કે કેમ. કેટલાક ફેન્સતો વળી ભાવુક થઈ ગયા હતા. તેમને એ વાતનો ડર છે કે, ધોની આગામી સિઝન અગાઉ જ નિવૃત્તી આઈપીએલથીતો નહીં મેળવી લેને.
Thala is an emotion #WhistlePodu #Yellove @msdhoni pic.twitter.com/ia08IGX5lN
— Chennai Super Kings (@ChennaiIPL) June 3, 2023
ફાઈનલ બાદ ધોનીએ બતાવી હતી મોટી વાત
આઈપીએલ 2023 ની સિઝનમાં 29 મેના રોજ રોમાંચક ફાઈનલ જીત્યા બાદ પાંચમી વખત ચેમ્પિયન બનેલા ધોનીએ તે રાત્રે કહ્યું હતું કે તેને ચેન્નાઈના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને જો તે ફિટ રહેશે તો તે આગામી સિઝનમાં વાપસી કરી શકે છે. આ હોવા છતાં, ધોનીના ચાહકો તેને સારી રીતે જાણે છે કે તે ગમે ત્યારે ચુકાદો આપી શકે છે, જેમ કે તેણે 15 ઓગસ્ટ 2020ના રોજ એક વીડિયો પોસ્ટ કરીને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી.