Tennis: રશિયન ટેનિસ પ્લેયરે ચેમ્પિયનશીપની સેમિફાઇનલ જીતી અનોખા અંદાજમાં અપીલ કરી, Live કેમેરાના લેન્સ પર લખી દીધો સંદેશો
દુબઈમાં શુક્રવારે ટેનિસ ચેમ્પિયનશિપની સેમીફાઈનલ જીત્યા બાદ રશિયન ટેનિસ સ્ટારે યુદ્ધને રોકવાની અનોખી અપીલ કરી હતી.
રશિયા-યુક્રેનનુ યુદ્ધ છેડાયેલુ છે (Russia Ukraine War). આ યુદ્ધની અસર રમત અને ખેલાડીઓ પર પણ પડી રહી છે. UEFA એ રશિયા પાસેથી ચેમ્પિયન્સ લીગ ફાઈનલની યજમાની છીનવી લીધી છે. તો હવે રશિયાના કેટલાક ખેલાડીઓએ આગળ વધીને આ યુદ્ધને રોકવાની અપીલ કરી છે. ટેનિસ સ્ટાર આન્દ્રે રુબલેવ (Andrey Rublev) રશિયાના આવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે. દુબઈમાં શુક્રવારે ટેનિસ ચેમ્પિયનશિપ (Tennis Championships) ની સેમીફાઈનલ જીત્યા બાદ રશિયન ટેનિસ સ્ટારે અનોખી રીતે યુદ્ધને રોકવાની અપીલ કરી હતી.
પોતાની સતત 8મી મેચ જીત્યા બાદ, રુબેવે કોર્ટ પર કેમેરાના લેન્સ પર પોતાનો ખાસ સંદેશો છોડ્યો, જેમાં તેણે લખ્યું હતું – નો વોર પ્લીઝ. રશિયાની નંબર ટુ ટેનિસ સ્ટારે એ જાણીને પોતાની અપીલ કરી છે કે તેના પોતાના દેશે યુક્રેનમાં સૈન્ય ઓપરેશન ચલાવ્યું છે.
24 વર્ષીય રશિયન ટેનિસ સ્ટારે તેની સેમિફાઇનલ મેચ હુબર્ટ હરકાઝ સામે 3-6, 7-5, 7-6 (7/5) થી જીતી લીધી હતી. આ જીત સાથે તે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો છે. આ ટૂર્નામેન્ટમાં રશિયન ટેનિસ સ્ટારની આ બીજી ફાઈનલ હશે.
શાંતિ અને એકતામાં વિશ્વાસ રાખોઃ રશિયન ટેનિસ સ્ટાર
રશિયન ખેલાડીએ ગુરુવારે દુબઈમાં પત્રકારોને કહ્યું કે તે શાંતિ અને એકતામાં માને છે. આ જ કારણ છે કે સેમિફાઇનલ જીત્યા બાદ તે પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યો નહીં. રૂબેવે યુક્રેનમાં રશિયાના ઘૂસણખોરીને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં બંને દેશોના ધ્વજ જાણે એકબીજાને ગળે લગાવી રહ્યાં હોય તે રીતે બનાવવામાં આવ્યા હતા.
Russian tennis player Andrey Rublev writes “No war please” on the camera following his advancement to the final in Dubai. pic.twitter.com/GQe8d01rTd
— TSN (@TSN_Sports) February 25, 2022
ટેનિસ કોર્ટ પર શાનદાર ફોર્મ જાળવી રાખ્યુ
ટેનિસ કોર્ટ પર રૂબેવ માટે વિતેલુ અઠવાડિયુ સારુ રહ્યુ છે. તેણે ગયા રવિવારે એક ખિતાબ જીત્યો હતો અને હવે બીજું જીતવાથી માત્ર એક કદમ દૂર છે. દુબઈ ચેમ્પિયનશીપની સેમીફાઈનલ મેચમાં તેણે પોલેન્ડના ટેનિસ સ્ટાર સામે પરાજય મેળવીને પોતાની મેચ જીતી લીધી હતી. જો વર્લ્ડ નંબર 7 રુબેવ દુબઈમાં ટાઈટલ જીતશે તો તે તેની કારકિર્દીનું 10મું અને 5મું એટીપી ટાઈટલ હશે. ફાઇનલમાં તેનો સામનો કાં તો નોવાક જોકોવિચ અથવા છઠ્ઠા ક્રમાંકિત કેનેડિયન ટેનિસ સ્ટાર શાપાલોવ સામે થશે.