MS Dhoni Farmhouse : લક્ઝરી ઘર કરતા પણ વધારે સમય ફાર્મહાઉસમાં પસાર કરે છે ધોની, જુઓ Video
આજે 7 જુલાઈના રોજ ધોનીનો 45મો જન્મદિવસ છે. જે તેના ચાહકો માટે મોટો દિવસ છે.એમએસ ધોની ભારતનો પૂર્વ વિકેટકીપર અને બેટ્સમેન છે. જેને દુનિયાનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મહાઉસ વિશે જાણો.

ભારતને પોતાને કેપ્ટનશીપમાં 3-3 આઈસીસી ખિતાબ જીતાડનાર કેપ્ટન કુલે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ 5 આઈપીએલ ખિતાબ જીતાડ્યા છે. વર્ષ 2004માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરનાર ધોની પોતાની બેટિંગ અને લાંબા વાળથી ચાહકોમાં ફેમસ હતો. ઝારખંડના મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતો આ ખેલાડીના ચાહકો મોટી સંખ્યામાં છે.
ધોની ક્રિકેટની દુનિયાનો મોટો સ્ટાર બન્યા બાદ પણ પોતાનું શહેર રાંચી છોડ્યું નથી. એક સમયે આ શહેરમાં 2 રુમમાં રહેતો હતો. હવે આ શહેરમાં ધોનીનું એક મોટું ફાર્મહાઉસ પણ આવેલું છે. ધોનીના ફાર્મહાઉસનું નામ કૈલાશપતિ રાખવામાં આવ્યું છે. જે હવે શહેરની ઓળખ બની ગયું છે.
View this post on Instagram
ધોનીનું આ ફાર્મહાઉસ 7 એકરમાં ફેલાયેલું
તમને જણાવી દઈએ કે, રાંચીમાં આવેલું ધોનીનું આ ફાર્મહાઉસ 7 એકર જમીનમાં ફેલાયેલું છે. આ ફાર્મહાઉસ બનાવતા અંદાજે 3 વર્ષનો સમય લાગ્યો હતો. સુંદર ગાર્ડનથી લઈ ક્રિકેટની પ્રેક્ટિસ માટે સ્થાન, પર્સનલ જિમ તૈયાર કર્યું છે. ધોની ક્રિકેટ અને બિઝનેસથી દુર રહી પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસમાં રહેવાનું વધારે પસંદ કરે છે. ધોની સોશિયલ મીડિયા પર પોતાના ફાર્મહાઉસના ફોટો અને વીડિયો શેર કરતો રહે છે.
View this post on Instagram
કિંમત અંદાજે 6 કરોડથી 10 કરોડ
કેપ્ટનકુલના નામથી ફેમસ ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ક્રિકેટની સાથે પોતાના ફાર્મહાઉસના કારણે ચર્ચામાં છે. 45 વર્ષનો વિકેટકીપર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમે છે. હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે, કે ધોની આઈપીએલમાંથી સંન્યાસ લઈ શકે છે.
ફાર્મહાઉસની કિંમત અંદાજે 6 કરોડથી 10 કરોડ
ધોનીના કૈલાશપતિ ફાર્મહાઉસની કિંમત અંદાજે 6 કરોડથી 10 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે.એમએસ ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે. જેમણે 3 અલગ અલગ આઈસીસી ટ્રોફી જીતી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 2007માં ટી20 વર્લ્ડકપ , 2011માં વનડે વર્લ્ડકપ અને વર્ષ 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.
View this post on Instagram
