MS Dhoni: ફેન્સના કહેવા પર ધોનીએ કર્યું એવું કામ, બધા કરી રહ્યા છે સલામ, જુઓ Video

ધોનીનો તેના ફેન્સ સાથેનો સંબંધ અન્ય સેલિબ્રિટી કરતાં અલગ જ છે. ધોની તેના ફેન્સને ખૂબ જ પ્રેમથી મળે છે અને તેમની ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન પણ કરે છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલ જ વાયરલ થયેલ ધોનીનો એક વીડિયો છે.

MS Dhoni: ફેન્સના કહેવા પર ધોનીએ કર્યું એવું કામ, બધા કરી રહ્યા છે સલામ, જુઓ Video
MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 10:03 PM

મહેન્દ્ર સિંહ ધોનીનો (MS Dhoni) ફેન્સ સાથેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે ચાહકો સાથે ફોટો પડાવી રહ્યો છે અને ફેન્સ જેમ કહે તેમ પોઝ પણ આપી રહ્યો છે . આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અનેક મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ધોનીનો ફેન્સ સાથેનો વીડિયો થયો વાયરલ

બધાએ ધોનીને ક્રિકેટના મેદાન પર મેચના પરિણામને બદલી જીતતા જોયો હશે. પરંતુ મેચ જીતનાર માહી તેના ચાહકોના દિલ જીતવામાં પણ એટલો જ પારંગત છે, આ પણ કહેવાની જરૂર નથી. હાલ ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કઇંક એવું કરી રહ્યો છે જે જોઈ બધા ખુશ થઈ ગયા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચાહકોએ જે કહ્યું તે ધોનીએ કર્યું

હાલ વાયરલ થયેલ ધોનીના વીડિયોમાં તે ફેન્સ સાથે જોવા મળી રહ્યો છે. બંને ફેન પહેલા ધોનીને મળવા ખચકાટ અનુભવી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમણે ધોનીને ફોટો માટે પૂછ્યું ત્યારે ધોનીએ સ્માઇલ કરી હા કહી બંને સાથે ફોટો પડાવ્યો. ફોટો ક્લિક કરતી વખતે એક ફેન ધોનીને કઇંક ઈશારો કરે છે, અને એક પોઝ આપવા કહે છે, જે બાદ ધોની ફેનની વાત માને છે અને તેની જેમ જ પોઝ આપે છે. જે બાદ અંતમાં બંને ફેન ધોનીને ઓટોગ્રાફ માટે પૂછે છે, ત્યારે ધોની બંનેને ઓટોગ્રાફ પણ આપે છે.

આ પણ વાંચો : IND vs WI: રોહિત શર્મા શુભમન ગિલ વિશે ખુલ્લેઆમ જુઠ્ઠું બોલ્યો! ઓપનિંગમાંથી ખસી જવાની વાસ્તવિકતા શું છે?

ધોનીએ ચાહકોને ખુશ કરી દીધા

તમે વીડિયોમાં જોઈ શકો છો કે પ્રશંસકોએ ધોનીને આંગળીઓથી કઇંક સાઈન બનાવવા માટે કહે છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારના સંકેતો સામાન્ય રીતે શ્રીલંકાના વાનિન્દુ હસરંગા ક્રિકેટના મેદાન પર ત્યારે કરે છે જ્યારે તે પોતાની વિકેટની ઉજવણી કરી રહ્યો હોય છે. નેમાર પણ ફૂટબોલ મેદાન પર તેમ જ કરતો જોવા મળે છે, જે ધોનીએ કર્યું છે. એકંદરે, ધોની અને ચાહકો વચ્ચેની આ મુલાકાત બંને માટે અદ્ભુત અનુભવ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">