IPL 2023 : મુંબઈને ઘુંટણિયે લાવનારા બોલરે કહ્યું કે 6 છગ્ગા સહી લેતે પણ મારા ઈરાદામાં કોઈ ફરક ન આવતો!

GT vs MI, IPL 2023, Qualifier 2: મોહિત શર્માએ શુક્રવારે ક્વોલિફાયપ-2 મેચમાં પાસુ પલટતી બોલિંગ કરી હતી. તેણે માત્ર 14 બોલ કરીને 5 વિકેટ ઝડપી હતી. મોહિતે મેચ બાદ પોતાના ઈરાદાઓને વાત કરી હતી.

IPL 2023 : મુંબઈને ઘુંટણિયે લાવનારા બોલરે કહ્યું કે 6 છગ્ગા સહી લેતે પણ મારા ઈરાદામાં કોઈ ફરક ન આવતો!
Mohit Sharma on Suryakumar Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:09 AM

IPL 2023 Final રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચે આ ટક્કર જબરદસ્ત રહેશે. ચેન્નાઈ પાંચમી વાર વિજેતા બની મુંબઈની બરાબરી કરવા માટે ઈચ્છશે, જ્યારે ગુજરાત સળંગ બીજી વાર ચેમ્પિયન બનવા માટેનો ઈરાદો રાખશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શુક્રવારે અમદાવાદમાં ક્વોલિફાયર-2 ની ટક્કર થઈ હતી. વિશાળ લક્ષ્ય અને વિકેટ સમયાંતરે ગુમાવવા છતાંય મુંબઈએ લડાયક વળતો જવાબ આપ્યો હતો. પરંતુ મોહિત શર્માએ મુંબઈનો ખેલ ખતમ કરી દીધો હતો.

મુંબઈની એક તરફ રમત બેટરના યોગદાનના આંકડાની નજરથી ખૂબ જ કંગાળ રહી હતી. પરંતુ બીજી તરફ સૂર્યા અને અને તિલક વર્માની રમતે મુંબઈને લક્ષ્ય નજીક પહોંચવાની આશા બાંધી રાખી હતી. એક સમયે ગુજરાતની ટીમમાં ચિંતા પણ જોવા મળવા લાગી હતી. પરંતુ મોહિતે બોલ હાથમાં લેતા જ ગુજરાતની ટીમના ચહેરાઓની લકીરને બદલી દીધી હતી. મોહિત શર્માએ 2.2 ઓવર કરી હતી અને 5 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે માત્ર 10 રન ગુમાવ્યા હતા. મોહિતે મુંબઈને નિર્ધારીત ઓવર પહેલા સમેટી લેવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સૂર્યા સામે વધારે પ્રયોગ નહીં

ગુજરાત ટાઈટન્સે શુક્રવારે 62 રનથી મુંબઈ સામે જીત મેળવી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે અડધી સદી નોંધાવી હતી. તિલક વર્માએ પણ તોફાની રમત રમી હતી. સૂર્યાએ 38 બોલમાં 61 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 7 ચોગ્ગા સૂર્યાએ નોંધાવ્યા હતા. સૂર્યાની વિકેટ મેચ માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો. સૂર્યાને મોહિત શર્માએ ક્લીન બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો.

મોહિત શર્માએ મેચ બાદ સૂર્યકુમાર યાદવ સામે તેની રણનિતીને લઈ વાત કરી હતી. મોહિતે બતાવ્યુ હતુ કે, સૂર્યકુમાર યાદવ તેની સામે જો 6 છગ્ગા જમાવી દીધા હોત તો પણ પોતાની રણનિતીમાં બદલાવ કરવાનો નહોતો. મોહિતે બતાવ્યુ હતુ કે, “હું થોડો ભાગ્યશાળી હતો કે આટલી ઝડપથી પાંચ વિકેટ મળી. બોલ સરસ રીતે સ્કિડ થઈ રહ્યો હતો, પરંતુ જે રીતે સ્કાય (સૂર્યકુમાર યાદવ) અને તિલક બેટિંગ કરી રહ્યા હતા, અમને લાગ્યું કે જો તેઓ આઉટ નહીં થાય તો મેચ સરકી જશે. મેં નક્કી કર્યું હતું કે જો હું સ્કાય સામે બોલિંગ કરીશ તો વધારે પ્રયોગ નહીં કરું.”

આ પણ વાંચોઃ GT vs MI, IPL 2023, Qualifier 2: રોહિત શર્મા હારીને પણ ગિલથી પ્રભાવિત, શુભમનથી ટીમ ઈન્ડિયાને લઈ મોટી આશા બાંધી!

6 છગ્ગા સહી લેતો-મોહિત

આગળ પણ તેણે કહ્યુ હતુ કે, “અમે એક મીટિંગ કરી હતી જેમાં અમે ચર્ચા કરી હતી કે આપણે સૂર્યા સામે વધુ પ્રયાસ ન કરવો જોઈએ, તે તેના માટે વસ્તુઓ સરળ બનાવે છે. તેથી લેન્થ બોલ નાખવાનો વિચાર કર્યો. જો તે અમને છ છગ્ગા ફટકારે તો પણ કોઈ ફરક નહીં પડે, કારણ કે અમને લાગ્યું કે તેના શોટ્સ રમવા માટે સૌથી મુશ્કેલ લેંથ છે. તે સમયે મેચ પૂરી થઈ ન હતી, પરંતુ તેની વિકેટનો અર્થ એ હતો કે અમે રમતમાં હતા. તે વિકેટ મેળવવી મોટી રાહત હતી. મેં વિચાર્યું કે તે છેલ્લી વિકેટ પછી આપણે ફાઈનલની કલ્પના જ કરી શકીએ છીએ, અમે અહીં જીટીમાં પહેલા નિરાશાજનક પરિસ્થિતિઓમાં મેચ જીતી અને હાર્યા છીએ, તેથી આ સમાપ્ત થાય ના ત્યાં સુધી તે ક્યારેય સમાપ્ત થતુ નથી.”

આ પણ વાંચોઃ CKS vs GT, IPL 2023 Final : ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થશે ટાઈટલની ટક્કર, રવિવારે અમદાવાદમાં ચેમ્પિયન માટે મહાસંગ્રામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">