Team India ના પૂર્વ ખેલાડીએ રિષભ પંત પર વ્યક્ત કર્યો વિશ્વાસ, T20 વર્લ્ડ કપ વિશે કહી ખાસ વાત

Rishabh Pant Team India: પુર્વ ક્રિકેટરનું માનવું છે કે પંત T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમનો ભાગ બની શકે છે, પરંતુ આ માટે તેણે ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરવું પડશે.

Team India ના પૂર્વ ખેલાડીએ રિષભ પંત પર વ્યક્ત કર્યો વિશ્વાસ, T20 વર્લ્ડ કપ વિશે કહી ખાસ વાત
Rishabh Pant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 9:25 AM

ભારતીય બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) અને દિનેશ કાર્તિક (Dinesh Kartik) એ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામેની ભારત (Team India) ની તાજેતરની T20I શ્રેણીમાં તેમની શાનદાર રમતથી બધાને પ્રભાવિત કર્યા. તો સ્ટેન્ડ-ઇન કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) ચાર ઇનિંગ્સમાં 14.5ની એવરેજ અને 105.45ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવી શક્યો હતો અને દર વખતે તે જ રીતે આઉટ થયો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પંતને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમનો અભિન્ન ભાગ ગણાવ્યો હતો.

જ્યારે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ (Mohammad Kaif) કે જેઓ દિલ્હી કેપિટલ્સ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તે માને છે કે રિષભ પંત T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમનો ભાગ બની શકે છે. પરંતુ 7, 9 અને 10 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે મેચમાં સાઉથમ્પ્ટન, બર્મિંગહામ અને નોટિંગહામમાં રમાનારી T20 શ્રેણીમાં ફોર્મ નિર્ણાયક રહેશે.

મોહમ્મદ કૈફે સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “રિષભ પંત ટીમમાં હશે, પરંતુ ઇંગ્લેન્ડનો પ્રવાસ તેના માટે મહત્વપૂર્ણ રહેશે. પંતે વહેલામાં વહેલી તકે ફોર્મમાં આવવું પડશે. કારણ કે વર્લ્ડ કપ જેવા ખૂબ જ મહત્વપૂર્ણ મહિનાઓ આવી રહ્યા છે અને દરેક વ્યક્તિ તેને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા માંગે છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

IPL 2022 માં રિષભ પંતે 30.90ની એવરેજ અને 151.78 ની સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા હતા. ભારત માટે 125 વનડે અને 13 ટેસ્ટ રમી ચૂકેલા મોહમ્મદ કૈફે સ્વીકાર્યું કે પંત સારા ફોર્મમાં નથી. પરંતુ ફોર્મમાં પાછા આવવા માટે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે. પંત હવે 1 થી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન એક્શનમાં જોવા મળશે.

મોહમ્મદ કૈફે કહ્યું, “તે હજુ પણ શીખી રહ્યો છે. કારણ કે તે 24 વર્ષનો છે. તેથી તેણે ઘણી લાંબી સફર કાપવાની છે. કંઈક એવું કે જે રાહુલ દ્રવિડે કહ્યું હતું કે જેમ તમે સારા કુશળથા ધરાવતા ખેલાડી ઇચ્છો છો જે ભારત માટે મેચ જીતી શકે. રિષભ પંતે ભારત માટે આવું કર્યું છે. એટલા માટે તેને મેનેજમેન્ટ સપોર્ટ મળ્યો છે.” ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર 1 થી 17 જુલાઇ સુધી જોવા મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">