Rishabh Pant: નસીબે પંતને દગો આપ્યો, આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ સુકાની બન્યો!

Cricket : રિષભ પંતે (Rishabh Pant) સાઉથ આફ્રિકા (Cricket South Africa) સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી. સુકાની તરીકે તે દરેક મેચમાં ટોસ હાર્યો છે. પાંચ મેચની દ્વિપક્ષીય શ્રેણીમાં પ્રથમ વખત કોઈ કેપ્ટને તમામ ટોસ હાર્યા હોય.

Rishabh Pant: નસીબે પંતને દગો આપ્યો, આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ સુકાની બન્યો!
Rishabh Pant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 7:49 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રવિવારે T20 શ્રેણી (T20 Series) ની પાંચમી અને છેલ્લી T20 મેચ રમાઈ હતી. બેંગ્લોરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ફરી એકવાર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. આખી સિરીઝની આ હાલત રહી છે. એટલે કે ટીમ ઈન્ડિયા દરેક મેચમાં ટોસ હારી છે. મહત્વનું છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી20 સીરિઝ 2-2 થી સરભર રહી હતી. સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ્દ થતા સીરિઝ સરભર રહી હતી.

5 ટી20 મેચની દ્રિપક્ષીય શ્રેણીમાં તમામ ટોસ હારનાર પહેલો સુકાની બન્યો

આ સાથે સુકાની રિષભ પંત (Rishabh Pant) એવો પ્રથમ સુકાની બન્યો છે જેણે પાંચ T20Iની દ્વિપક્ષીય શ્રેણીમાં તેના તમામ ટોસ હાર્યા હોય. રિષભ પંતે પણ આ સિરીઝથી કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું હતું અને તેની શરૂઆત નસીબની દૃષ્ટિએ સારી રહી નથી.

જાણો, શું રહ્યો છે અત્યાર સુધીનો રેકોર્ડ

અત્યાર સુધી 19 શ્રેણીમાં આવું બન્યું છે જ્યારે કોઈ સુકાની પાંચ કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય શ્રેણીમાં 4 વખત ટોસ હાર્યો હોય. પુરૂષોની ટી20માં 10 વખત અને વિમેન્સ ટી20માં 9 વખત આવું બન્યું છે. પરંતુ આ પહેલી વખત છે જ્યારે કોઈ પાંચ મેચની શ્રેણીમાં પાંચેય ટોસ હારી ગયું હોય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સંમગ્ર શ્રેણીમાં ભારતે પ્લેઇંગ 11 માં કોઇ ફેરફાર કર્યો ન હતો

આ સિરીઝમાં ખાસ વાત એ હતી કે રિષભ પંતે તમામ ટોસ હાર્યા હતા. ટીમ ઈન્ડિયા (Team India) એ તમામમાં પ્રથમ બેટિંગ કરી હતી અને કોઈપણ મેચમાં ટીમ ઈન્ડિયાએ તેના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ભારત-સાઉથ આફ્રિકા ટી20 સીરિઝ

– પહેલી ટી20: ભારતે ટોસ અને મેચ ગુમાવી – બીજી ટી20: ભારતે ટોસ અને મેચ ગુમાવી – ત્રીજી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો પણ મેચ જીતી લીધી – ચોથી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો પણ મેચ જીતી લીધી – પાંચમી ટી20: ભારતે ટોસ ગુમાવ્યો, મેચ વરાસદન કારણે રદ્દ થઇ

રિષભ પંતના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની આ પહેલી સીરિઝ હતી

પાંચ મેચની T20I શ્રેણી 2-2 થી ડ્રોમાં પુરી થઈ. બેંગલુરુમાં છેલ્લી મેચ વરસાદ ને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને તેને રદ કરવામાં આવી હતી. સુકાની રિષભ પંતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ શ્રેણી હતી. જેથી તેમને પ્રથમ શ્રેણીમાં જીત કે હારનો સ્વાદ ચાખવો પડ્યો ન હતો.

Latest News Updates

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">