AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUSW vs INDW : ભારતીય ટીમની હાર છતાં મિતાલી રાજે આ મામલામાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું

ICC Womens WC 2022, INDW vs AUSW: ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મિતાલી રાજે આ મેચમાં ઈતિહાસ રચ્યો હતો.

AUSW vs INDW : ભારતીય ટીમની હાર છતાં મિતાલી રાજે આ મામલામાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું
Mithali Raj (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:36 PM
Share

ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત (AUSWvINDW) ને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ મહિલા વર્લ્ડ કપ-2022 માં સતત પાંચમી જીત નોંધાવી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર યથાવત છે. ભારતીય ટીમ ભલે મેચ હારી ગઈ હોય પરંતુ ભારતીય ટીમની સુકાની મિતાલી રાજે એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. મિતાલી રાજ (Mithali Raj) મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ અર્ધ સદી ફટકારવાના મામલામાં સંયુક્ત રીતે નંબર-1 ખેલાડી બની ગઈ છે.

તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા ભારતને 6 વિકેટે માત આપી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સૌથી પહેલી ટીમ બની કે સેમિ ફાઇનલમાં પહોંચી હોય. તો ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 278 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો, જે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો ચેઝ છે.

મિતાલી રાજે ડેબી હૉકલેની બરોબરી કરી

મિતાલી રાજે 96 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે વર્લ્ડ કપમાં 12 વખત અડધી સદી ફટકારી છે. આ મામલામાં તેણે ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર ડેબી હોકલી (Debbie Hockley) ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ત્રણ અડધી સદીના દમ પર ભારતે 277 રન કર્યા હતા

મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ મેદાને ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 277 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારત તરફથી સુકાની મિતાલી રાજ (68) સિવાય યસ્તિકા ભાટિયાએ 59 રન બનાવ્યા હતા. જ્યારે હરમનપ્રીત કૌરે અણનમ 57 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ તરફથી ડાર્સી બ્રાઉને 3 વિકેટ લીધી હતી

મેગ લેનિંગ સદી ચુકી ગઇ

ભારતે આપેલા લક્ષ્યાંકના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 3 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. રશેલ હેન્સે 43 જ્યારે એલિસા હેલીએ 72 રન બનાવ્યા હતા. તે જ સમયે, સુકાની મેગ લેનિંગ 107 બોલમાં 97 રન બનાવીને આઉટ થઇ હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે 2 જ્યારે મેઘના સિંહ અને સ્નેહ રાણાને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો : All England Championship: ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સેમિ ફાઈનલમાં પહોંચ્યો

આ પણ વાંચો : Dhoni પ્રત્યેના અણગમાને લઇ ગૌતમ ગંભીરે કહ્યુ, હું હંમેશા ધોની સાથે છુ, અફવાભરી વાતો બકવાસ!

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">