AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs MI Highlights : મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટથી RCBને હરાવી બે પોઈન્ટ મેળવ્યા

MI vs RCB Highlights In Gujarati : આજે લીગ સ્ટેજનો છેલ્લો દિવસ છે અને આ દિવસે બે મેચ રમવાની છે.આરસીબી અને મુંબઈ વચ્ચે પ્રથમ મેચ રમાશે, ત્યાર પછી યુપીની ટીમ દિલ્હીની ટીમ સામે ટકરાશે. આ બે મેચ બાદ નક્કી થશે કે કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર રહેશે અને સીધી ફાઈનલ રમશે.

RCB vs MI Highlights :  મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટથી RCBને હરાવી બે પોઈન્ટ મેળવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 6:50 PM
Share

WPL લીગ મેચોનો આજે છેલ્લો દિવસ છે અને આજે ડબલ હેડર મેચ છે.રોયલ ચેલેન્જર્સ બેંગલોર દિવસની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી. આજે વુમન્સ પ્રીમિયર લીગની 19મી મેચમાં સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ સામે ટક્કરાય હતી. પ્લેઓફ માટે ત્રણ ટીમો નક્કી થઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા.

જીતનો પાયો મજબૂત કર્યો

126 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને હીલી મેથ્યુસ અને યાસ્તિકા ભાટિયાએ સારી શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ 6 ઓવરમાં 53 રન બનાવ્યા હતા. જો કે પાવરપ્લેના છેલ્લા બોલ પર યાસ્તિકા ભાટિયા 30 રન બનાવીને આઉટ થઈ હતી. હિલી મેથ્યુઝ 17 બોલમાં 24 રન બનાવીને આઉટ થઈ હતી. નેટ સાયવર બ્રન્ટ 7 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ તો મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર 5 બોલમાં 2 રન બનાવીને એલિસ પેરીના હાથે બોલ્ડ થઈ ગઈ હતી. પૂજા વસ્ત્રાકર અને એમેલિયા કેરે કેટલાક સુંદર શોટ્સ રમ્યા, તેણે જીતનો પાયો મજબૂત કર્યો. મુંબઈને પાંચમો ફટકો પૂજા વસ્ત્રાકરના રૂપમાં અને છઠ્ઠો ફટકો ઈસી વોંગના રૂપમાં લાગ્યો હતો.

દિલ્હી  મેચ જીતશે તો વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ટોપ પર રહેશે

વિમેન્સ પ્રીમિયર લીગની 19મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેને બે પોઈન્ટ મળ્યા અને હવે તેના કુલ 12 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ છે. તેને યુપી વોરિયર્સ સામે રમવાનું છે. જો દિલ્હી આગામી મેચ જીતશે તો વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ટોપ પર રહેશે.

આજે વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની દમદાર ટીમો વચ્ચે છે. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં આગળ પહોંચવા આ મેચમાં જીત મેળવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના , સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ , કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, દિશા કાસટ, મેગન શુટ, આશા શોભના, પ્રીતિ બોઝ.

મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નેટ સીવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર , એમેલિયા કાર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક.

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">