MI vs LSG Playing XI IPL 2022: પ્રથમ જીત મેળવવા મુંબઈ ઈન્ડિયન્સની આવી છે પ્લયીંગ ઈલેવન, લખનૌ અને મુંબઈએ કર્યો આ ફેરફાર
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ની ટીમો આમને-સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) ની ટીમો આમને-સામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચની ટોસ પૂરી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે લખનૌની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન (Playing XI) ને લઈને પણ પત્તા ખોલ્યા છે. મુંબઈ અને લખનૌએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 1-1 ફેરફાર કર્યો છે.આ મેચ મુંબઈ અને લખનૌ બંને ટીમો માટે મહત્વની રહેશે. પરંતુ, જો રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ હવે વિનિંગ ટ્રેક પર પાછા ફરવામાં વિલંબ કરશે, તો તેને ટુર્નામેન્ટની સફરમાં ખૂબ જ મોડું થઈ જશે.
મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી આઈપીએલ 2022 માં પોતાની જીતનું ખાતું ખોલ્યું નથી. આ ટીમે અત્યાર સુધી સિઝનમાં તેની રમાયેલી તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે તે પોઈન્ટ ટેબલમાં પણ તળિયે છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સની હાલત આના કરતા ઘણી સારી છે. તેણે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 3માં જીત અને 2 માં હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે.
મુંબઈ અને લખનૌમાં એક-એક ફેરફાર
ડાબોડી કેરેબિયન સ્પિનર ફેબિયન એલન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે. તેને કિરોન પોલાર્ડ દ્વારા કેપ આપવામાં આવી હતી. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સે કૃષ્ણપ્પા ગૌતમના સ્થાને મનીષ પાંડેને લઈને એક ફેરફાર કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાયમલ મિલ્સ.
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ-11
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, જેસન હોલ્ડર, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, દુષ્મંત ચમીરા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.
🚨 A look at the Playing XIs 🚨🔽
Follow the match ▶️ https://t.co/8aLz0owuM1#TATAIPL | #MIvLSG pic.twitter.com/axUZulDXNa
— IndianPremierLeague (@IPL) April 16, 2022