AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krunal Pandyaના કોરોના પ્રકરણમાં સામે આવી ગંભીર ભૂલ, મેડીકલ ટીમની ભૂલે 8 ખેલાડીઓને ફસાવ્યા

કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોનાની ઝપેટમાં આવતા જ તે BCCIની મેડીકલ ટીમ પાસે પહોંચ્યો હતો. જોકે પોઝિટીવ જણાતા જ સિરીઝ પર સંકટ તોળાયુ હતુ, પરંતુ જય શાહે સિરીઝના સંકટને દૂર કર્યુ હતુ.

Krunal Pandyaના કોરોના પ્રકરણમાં સામે આવી ગંભીર ભૂલ, મેડીકલ ટીમની ભૂલે 8 ખેલાડીઓને ફસાવ્યા
Team India
| Updated on: Aug 13, 2021 | 11:29 PM
Share

શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) દરમ્યાન કોરોના સંક્રમિત થયેલા કૃણાલ પંડ્યાના મામલે હવે નવી જાણકારી સામે આવી છે. ગળાની તકલીફની સમસ્યા હોવાથી કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ આ અંગે BCCIના મેડીકલ ઓફિસરને આ અંગે જાણકારી આપી હતી. આમ છતાં પણ તેનો RTPCR ટેસ્ટ ફરીયાદના એક દિવસ બાદ થયો હતો. જેને લઈને હવે મેડીકલ ઓફિસરની સક્રિયતા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

જો સમયસર મેડીકલ ઓફિસરે કૃણાલ પંડ્યાની ગળાની ફરિયાદ પર ગંભીરતા દાખવી હોત તો મોટો ફરક પડી શકતો. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત હોવાનું વહેલા જણાઈ આવ્યુ હોત તો તેના સંપર્કમાં રહેલા 8 ખેલાડીઓને આઈસોલેશનમાં જવાથી બચવુ પડ્યુ હોત. જે આઈસોલેશનને લઈને તે ખેલાડીઓ T20 સિરીઝની બે મેચોથી દુર રહેવુ પડ્યુ હતુ. ભારતીય ટીમે તેને લઈને ઘણું નુકસાન વેઠ્યુ અને તેની સિરીઝના પરીણામ પર અસર પડી હતી.

જાણકારી મળી છે કે કૃણાલ પંડ્યાના ગળામાં દર્દના લક્ષણો સામે આવ્યા હતા. તેના બાદ તે ટીમના ડોક્ટર અભિજીત સાલ્વી પાસે 26 જુલાઈએ ગયો હતો. જોકે તે સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ થયો હતો અને ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. તેના બદલે ગળાની સમસ્યા બાદ પણ ડોક્ટરે ખેલાડીને ટીમ મીટીંગમાં હાજર રહેવા માટે છૂટ આપી હતી.

27 જૂલાઈની સવારે કૃણાલનો RTPCR ટેસ્ટ થયો હતો. જેનો રિપોર્ટ બપોરે આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ જણાતા BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સંયુક્ત રીતે મળીને મેચને એક દિવસ માટે સ્થગીત કરી દીધી હતી. કારણ કે આ ખેલાડીના નજીકના સંપર્કમાં રહેલા 8 ખેલાડીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાના લક્ષણ છતાં ટીમ મીટિંગમાં કૃણાલ હાજર

BCCIના એક સુત્રએ જ મીડિયા રીપોર્ટ મુજબ આ અંગેની જાણકારી આપી હતી. જે પ્રોટોકોલ મુજબ કૃણાલ પંડ્યાએ મેડીકલ ઓફિસરને જાણકારી આપી હતી. આમ છતાં પણ તે ટીમ મીટીંગમાં હાજર રહ્યો હતો. તેનો રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ તરત જ નહોતો થયો કે તેને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો હતો. શ્રીલંકાથી પરત ફરતા પહેલા કૃષ્ણપ્પા ગૌતમ અને યુઝવેન્દ્ર ચહલ પણ પોઝિટીવ જણાયા હતા.

સચિવ જય શાહે સિરીઝ પરનું સંકટ ટાળ્યુ

BCCI સુત્રએ જણાવ્યુ હતુ કે BCCIની મેડીકલ ટીમ શ્રીલંકામાં પ્રત્યેક પાંચમાં દિવસે ટેસ્ટ માટે સહમત થઈ હતી. જ્યારે આઈપીએલમાં આ ટેસ્ટ દર ત્રણ દિવસે કરવામાં આવે છે. જોકે જય શાહના કારણે સિરીઝ રદ થવાનું સંકટ દુર થયુ હતુ. તેઓએ મામલો હાથ પર લીધો હતો અને કૃણાલના સંપર્કમાં આવેલા તમામને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા.

તેમના આ પગલાને લઈને સિરીઝને બચાવી લેવામાં આવી હતી. આમ શ્રીલંકાના બોર્ડને મદદ પણ થઈ શકી હતી. જોકે મેડીકલ ટીમની સતર્કતા આ સ્થિતીને ટાળી શકી હોત. જોકે ડોક્ટર સાલ્વીએ મીડિયા દ્વારા સંપર્ક કરાતા તેઓ એ કોઈ જ ટીપ્પણી નહીં કરવાનું કહ્યું હતુ.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા માટે ખેલાડીઓએ ઓલિમ્પિકમાં 46 મેડલ મેળવ્યા છતાં આવો થયો વ્યવહાર, Glenn Maxwellએ ઠાલવ્યો રોષ

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદથી શામળાજી જતા નેશનલ હાઈવેની હાલત ભંગાર, ટોલ વસુલવાની લુંટથી રોષ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">