Shikhar Dhawan: મંયક અગ્રવાલની રમત શિખર ધવનની ધડકન વધારી રહી છે, ‘ગબ્બર’ ને ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બની જશે!

મયંક અગ્રવાલે (Mayank Agarwal) ન્યુઝીલેન્ડ સામે શાનદાર રમત રમી છે. કેએલ રાહુલ પણ રોહિત શર્મા સાથે જોડી જમાવી રહ્યો છે.

Shikhar Dhawan: મંયક અગ્રવાલની રમત શિખર ધવનની ધડકન વધારી રહી છે, 'ગબ્બર' ને ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બની જશે!
Shikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:53 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે હાલમાં બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાઇ રહી છે. મુંબઇમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ટીમ ઇન્ડિયા (Team India) વતી મુંબઇમાં મયંક અગ્રવાલે (Mayank Agarwal) શાનદાર દેખાવ કરતી રમત દર્શાવી છે. એક તરફ વિરાટ કોહલી (Virat Kohli), ચેતેશ્વર પુજારા અને અશ્વિન શૂન્ય પર જ વિકેટ ગુમાવી બેઠા છે, જ્યારે અગ્રવાલે શતકીય ઇનીંગ રમીને ટીમને મુશ્કેલીમાં ઉગારવા માટે લડત આપી છે. આ દરમ્યાન હવે તેની રમત શિખર ધવન (Shikhar Dhawan) માટે મુશ્કેલી સર્જી રહી છે. ધવન છેલ્લા કેટલાક સમય થી ટેસ્ટ ટીમમાંથી બહાર છે અને હવે તેનુ ટીમમાં પરત આવવુ મુશ્કેલ બની શકે છે.

એક સમય હતો કે જ્યારે શિખર ધવન ટીમ ઇન્ડિયાની જરુરિયાત હતી. તેની અને રોહિત શર્માની જોડી જબરદસ્ત રહી હતી. પરંતુ હાલમાં ધવન ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. જેને લઇ હવે તેનુ કરિયર પણ ખતરમાં પડી શકે છે. આઇપીએલમાં માટે દિલ્હી કેપિટલ્સે પણ તેને ટીમ થી રિલીઝ કરી દીધો છે. આવામાં હવે 2022માં તેણે તેની રમતના બળે કરિયરને ફરીથી પાટે ચઢાવવુ પડશે.

શિખર ધવને તેની અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2018માં રમી હતી. ઇંગ્લેન્ડ સામે તેણે ઓવલમાં તે ટેસ્ટ મેચ રમી હતી. જે મેચમાં તેણે પ્રથમ દાવમાં 3 રન અને બીજા દાવમાં માત્ર 1 રન નોંધાવ્યો હતો. જે ટેસ્ટ ભારતે 118 રને ગુમાવી હતી. તેના બાદ ટીમમાં શુભમન ગીલ અને મંયક અગ્રવાલને હવે મોકો મળ્યો છે. તે બંને એ તેમની રમતથી ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને પ્રભાવિત કર્યા છે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 અને ટેસ્ટ સિરીઝમાં પણ શિખર ધવનને બહાર રાખવામાં આવ્યો હતો. જે દરમ્યાન પણ અગ્રવાલે તેની રમત વડે પોતાનુ સ્થાન મજબૂત બનાવ્યુ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાહુલ પણ મુશ્કેલી સર્જી રહ્યો છે

સ્ટાર બેટ્સમેન ગણાતા શિખર ધવનને ટી20 વિશ્વકપ 2021માં પણ ભારતીય ટીમ દ્વારા મોકો અપાયો નહોતો. જોકે આ પહેલા જુલાઇમાં શ્રીલંકા પ્રવાસમાં તેને વ્હાઇટ બોલ સિરીઝની કેપ્ટનશિપ મુખ્ય ટીમને ગેરહાજરીમાં સોંપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ હવે શિખર ધવનને ટીમમાં મોકો મળ્યો નથી. આ દરમિયાન ટીમમાં કેએલ રાહુલે પણ પોતાનુ એક સ્થાન જમાવી દીધુ છે. ભારત માટે તેણે દરેક ફોર્મેટમાં જબરદસ્ત દેખાવ કર્યો છે. તે હવે રોહિત શર્મા સાથે જોડી જમાવવા લાગ્યો છે. તેનુ સેટ થવુ પણ ધવન માટે વધુ મુશ્કેલી સર્જી રહ્યુ છે.

ટી20 વિશ્વકપ 2021 દરમ્યાન કેએલ રાહુલે ધ્યાન ખેંચનારી રમત દર્શાવી હતી. આઇપીએલ દરમ્યાન પણ તેણે જબરદસ્ત રમત રમી હતી. આમ હાલમાં રાહુલનો સમય ચાલવા લાગ્યો છે. તેની સાથે ઋતુરાજ ગાયકવાડ અને ગીલ પણ સારી રમત રમી રહ્યા છે.

આ પણ વાંચોઃ IND vs NZ: વિરાટ કોહલીએ દશ વર્ષ પહેલા કરેલુ ટ્વિટ ખૂબ Viral થવા લાગ્યુ, અંપાયરની ભૂલ થી મુંબઇમાં ગુમાવી હતી વિકેટ!

આ પણ વાંચોઃ IND vs NZ: મયંક અગ્રવાલે બેટને ‘ઉંચુ-નિચુ’ કરવાની સલાહને માની અને કિસ્મત બદલાઇ ગઇ, દિગ્ગજે કહેલી ટેકનિકે સફળતા અપાવી

g clip-path="url(#clip0_868_265)">