પાકિસ્તાનને મોટો ઝટકો, ICC-BCCIએ PCBની મેચના સ્થળ બદલવાની માંગ ફગાવી
ICC અને BCCIએ PCBની વિનંતીને ફગાવી દીધી છે. આ સાથે PCBને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મેચનું સ્થળ બદલવામાં નહીં આવે.
જેમ-જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ-તેમ વર્લ્ડ કપ પણ નજીક આવી રહ્યો છે અને ફેન્સની એક્સાઈટમેન્ટ પણ વધી રહી છે. ICC ટૂંક સમયમાં વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરશે, એ પહેલા ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને વધુ એક ઝટકો આપ્યો છે.
વર્લ્ડ કપમાં મેચના સ્થળને બદલવાની માંગ
વનડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાશે, તે પહેલા એશિયા કપનું આયોજન થશે, જેમાં રમવા માટે પાકિસ્તાન ન જવાના BCCIના મક્કમ વલણ બાદ સ્થળ બદલવામાં આવતા પાકિસ્તાનને પહેલો ઝટકો લાગ્યો હતો અને હવે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પોતાની મેચના સ્થળને બદલવાની માંગને ICC અને BCCI દ્વારા નામંજૂર કરવામાં આવતા PCBને બીજો ઝટકો લાગ્યો હતો.
The PCB has asked the ICC to swap the venues for Pakistan’s #CWC23 matches against Australia and Afghanistan
👉 https://t.co/Lsp78z9unC pic.twitter.com/5mADAGSo8M
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2023
સ્પિન ફ્રેન્ડલી વિકેટથી PCBને પ્રોબ્લેમ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC અને BCCI સમક્ષ માંગ કરી હતી કે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનના મુકાબલા ચેન્નાઈને બદલે કોઈ અન્ય સ્થળે રમાડવામાં આવે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા મુકાબલો બેંગ્લોરમાં રમાશે, જ્યારે બાબર આઝમની ટીમ અફઘાનિસ્તાન સામે ચેન્નાઈના ચેપોક મેદાન પર મેચ રમશે, પરંતુ PCB ચેન્નાઈની સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર રમવાનું ટાળવા માંગે છે. આ કારણે PCBએ ICC અને BCCI સમક્ષ માંગ કરી હતી કે તેમની મેચો અન્ય કોઈ સ્થળે રમાડવામાં આવે.
PCBની વિનંતીને ફગાવી દીધી
જો કે મંગળવારે આ સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ICC અને BCCIએ PCBની વિનંતીને સદંતર ફગાવી દીધી છે. આ સાથે PCBને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્થળ બદલવામાં આવશે નહીં. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાશે. વાસ્તવમાં આ મેદાન પર સ્પિન બોલરોને મદદ મળી રહી છે. તેમાં કોઈ શંકા નથી કે અફઘાનિસ્તાન પાસે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્પિન બોલિંગ આક્રમણ છે. જેના કારણે પાકિસ્તાની ટીમ ચેન્નાઈના મેદાન પર રમવાથી દૂર ભાગી રહી છે.
ICC and BCCI both have turned down the request of PCB to switch venues of Afghanistan and Australia’s matches in Chennai & Bengaluru of this ODI World Cup 2023. (To Cricbuzz) pic.twitter.com/057Wc1yi0h
— CricketMAN2 (@ImTanujSingh) June 21, 2023
આ પણ વાંચોઃ MS Dhoni: ધોની આગામી IPL રમશે કે નહીં? CSKના CEOને જણાવ્યો પ્લાન, જાણો શું કહ્યું
ચેન્નાઈના ચેપોક મેદાનમાં યોજાશે મેચ
વર્લ્ડ કપ 2023નું આયોજન આ વર્ષે ભારતમાં થશે. લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)અને BCCI વચ્ચે સ્થળ સહિત અનેક મુદ્દાઓ પર કોઈ વાતચીત થઈ નથી. હવે ICC અને BCCIએ PCBની વિનંતીને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. એટલે કે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈના ચેપોક મેદાન પર મેચ રમાશે.