AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ

ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં હરીફ ટીમોએ ભારતીય ટીમનો સામનો કરવો મતલબ ટીમ ઇન્ડીયા (MS Dhoni) ના 11 પ્લેયર જ નહી પરંતુ એમએસ ધોનીની રણનિતી સામે પણ લડવુ પડશે.

T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ
Mahendra Singh Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:50 PM
Share

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચ દરમ્યાન એમએસ ધોની (MS Dhoni) ની ભૂમિકા પણ મહત્વની છે. 11 ખેલાડીઓ સાથે પાકિસ્તાને ધોનીના મગજ સામે પણ જંગ લડવાનો છે. આ માટે ધોનીએ તમામ તૈયારીઓ ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માટે દુબઇમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને કરાવી છે. પાકિસ્તાન જ વિશ્વકપમાં તેમના અભિયાન અંગે પણ મહત્વની યોજનાને તેણે અમલમાં મુકી છે. આ ભૂમિકા દરમિયાન ધોની નિવૃત્તી બાદ હવે ટીમ ઇન્ડીયા (Team India) ના મેંટોરની ભૂમિકામાં છે.

ધોનીએ આ દરમિયાન હવે વિશ્વકપમાં ટીમ ઇન્ડીયાનુ માર્ગદર્શન કરી રહ્યો છે. તે દરેક ખેલાડી પર બારિકાઇથી નિરીક્ષણ રાખી તેની સસ્પેન્સ યોજનાને લાગુ કરતો જઇ રહ્યો છે. આ બધુ જ કરવા માટે તેણે ટીમ ઇન્ડીયાના રંગે રંગાવુ પડે એ સ્વાભાવિક છે. એટલે કે ધોનીએ ટીમ ઇન્ડીયાના નવી જર્સીને પણ અપનાવવી પડે તે સ્વાભાવિક છે. ધોનીને ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોઇ ચાહકો ખૂશ થઇ ગયા હતા. ચાહકોએ તેની તસ્વીરને ખૂબ વાયરલ કરી હતી.

પ્રથમ વાર ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો છે. બીજી રીતે કહીએ તો વર્ષ 2020 માં નિવૃત્તી બાદ પણ પ્રથમ વાર ભારતીય ટીમની જર્સીમાં જોવા મળ્યો છે. આવી રીતે ભારતીય ટીમની જર્સીમાં જોવા મળશે તે પ્રકારનો અંદાજ કોઇને નહોતો.કારણ કે તે ટીમ ઇન્ડીયામાં મેંટોરની ભૂમિકામાં હશે અને આ લૂકમાં જોવા મળશે તે કોઇને અંદાજ પણ નહોતો.

ધોની જાણે છે દરેક ભારતીય ખેલાડીની ક્ષમતાને

પરંતુ BCCI ના સેક્રેટરી જય શાહ (Jay Shah) અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મુકેલી વાત પર ધોનીએ સહમતી દર્શાવી હતી. તેણે IPL 2021 ની સિઝન દરમિયાન ટીમ ઇન્ડીયાને માટે હા ભણી હતી. જેની ઘોષણા જય શાહે કરી હતી. ધોની ભારતીય ટીમના તમામ ખેલાડીઓથી વાકેફ છે. તે દરેકની ક્ષમતાને જાણે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ જાણે છે.

પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી

આ પણ વાંચો: IND vs PAK T20 World Cup: મેચ પહેલા ઘૂંટણિયે બેઠા ભારતના ખેલાડીઓ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">