MI vs LSG IPL Match Result: મુંબઈ ઈન્ડિયન્સનુ કંગાળ પ્રદર્શન યથાવત, લખનૌ સામે 36 રને હાર, કૃણાલ પંડ્યાની 3 વિકેટ
Lucknow Super Giants vs Mumbai Indians IPL Match Result: તિલક શર્માએ એક સમયે આશા જગાવી દીધી હતી, પરંતુ તેની રમતના અંત સાથે જ મુંબઈની પ્રથમ જીત મળવાની આશા સમાપ્ત થઈ ગઈ હતી.
IPL 2022 ની ની 37મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર કિંગ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. લખનૌએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ની અણનમ સદીની મદદ થી 168 રન 20 ઓવરના અંતે કર્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ ઈનીંગ ચઢાવ ઉતાર વાળી રહી હતી. જોકે તિલક વર્મા (Tilak Varma) એ મુંબઈની આશાઓને જીવંત કરી દીધી હતી પરંતુ તે આશા પણ લાંબી ટકી નહોતી. રોહિત શર્મા એ સારી લયમાં રમત દર્શાવી હતી પરંતુ તેને તે અડધી સદીના રુપમાં ફેરવી શક્યો નહોતો. મુંબઈએ સિઝનમાં 8મી મેચ લખનૌ સામેની મેચ ગુમાવવા સાથે હારી હતી. આ સાથે જ હવે સિઝનના પ્લેઓફમાં પહોંચવાના રસ્તા મુંબઈ માટે લગભગ બંધ થઈ ગયા છે.
રોહિત શર્મા અને ઈશાન કિશને 49 રનની ભાગીદારી રમત રમી હતી. જોકે તેમાં સૌથી વધારે ફાળો રોહિત શર્માનો હતો. ઈશાન કિશન 20 બોલનો સામનો કરીને 8 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ બેબી એબી એટલે કે ડેવાલ્ડ બ્રેવિસ અને રોહિત શર્મા પણ અનુક્રમે 54 અને 58 રનના સ્કોર પર વિકેટ ગુમાવતા મુંબઈની સ્થિતી મુશ્કેલ બની હતી. સૂર્યકુમાર યાદવ પણ ટીમના 67 રનના સ્કોર પર વિકેટ ગુમાવી દેતા મુંબઈની જીતની આશાઓ ધૂંધળી બની ગઈ હતી.
જોકે તિલક વર્માએ મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. તેણે કિયોરન પોલાર્ડ સાથે મળીને ઈનીંગને સંભાળી હતી. તેણે 27 બોલમાં 38 રન ફટકાર્યા હતાય કિરોન પોલાર્ડે 20 બોલમાં 19 રન કર્યા હતા. ડેનિયલ સેમ્સે 3 અને જયદેવ ઉનડકટે 1 રન બનાવ્યા હતા. આમ બેટીંગમાં નબળા પ્રદર્શનને લઈ મુંબઈ 8મી હાર સહન કરવા મજબૂર બન્યુ હતુ.
That’s that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians
Scorecard – https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi
— IndianPremierLeague (@IPL) April 24, 2022
કૃણાલ પંડ્યાની 3 વિકેટ
લખનૌના બોલરોએ મુંબઈના તમામ ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. મુંબઈના બેટ્સમેનોને મોટી ઈનીંગ તરફ આગળ વધવા દીધા નહોતા. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે દુષ્મંતાએ 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મેળવવામાં સફળતા મળી નહોતી. રવિ બિશ્નોઈ, આયુષ બદોની, જેસન હોલ્ડર અને મોહસિન ખાને એક એક વિકેટ મેળવી હતી.