Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG Vs RCB IPL 2022 Eliminator: રજત પાટીદારની તોફાની સદી વડે લખનૌ સામે બેંગ્લોરે 208 રનનુ લક્ષ્ય રાખ્યુ, અંતમાં દિનેશ કાર્તિકની શાનદાર રમત

LSG Vs RCB IPL 2022 Eliminator: રજત પાટીદારે જબરદસ્ત રમત રમી હતી. બેંગ્લોરના માટેની આશાઓને તેણે આજની રમત વડે જગાવી રાખી હતી. તેણે શરુઆત થી આક્રમક રમત અપનાવી હતી.

LSG Vs RCB IPL 2022 Eliminator: રજત પાટીદારની તોફાની સદી વડે લખનૌ સામે બેંગ્લોરે 208 રનનુ લક્ષ્ય રાખ્યુ, અંતમાં દિનેશ કાર્તિકની શાનદાર રમત
Rajat Patidar એ તોફાની રમત રમી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 10:45 PM

IPL 2022 ની એલિમિનેટર મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Lucknow Super Giants vs Royal Challengers Bangalore) બંને વચ્ચે ફાઈનલની રેસ માટેની ટક્કર થઈ રહી છે. આ મેચ જીતનાર રાજસ્થાન રોયલ્સ સામે ફાઈનલમાં પહોંચવા માટે ટકરાશે. ટોસ જીતીને લખનૌના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ બેંગ્લોર ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ક્રિઝ પર આવ્યુ હતુ. ફાફ ડુ પ્લેસિસની ગોલ્ડન ડક વિકેટ પ્રથમઓવરમાં ગુમાવવા છતાં વિરાટ કોહલી અને રજત પાટીદારે (Rajat Patidar) શાનદાર રમત વડે બેંગ્લોરને સારી શરુઆત અપાવી હતી. પાટીદારે 50 બોલમાં સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 207 રન નોંધાવ્યા હતા.

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બંને ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્યા હતા. જોકે ફાફ ડુ પ્લેસિસ પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. બેંગ્લોર માટે આ મોટો ઝટકો હોવા છતાં પણ કોહલી (25 રન 24 બોલ) અને રજત પાટીદારે ઝડપથી રમતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. પાટીદારે આક્રમક રમત દર્શાવી હતી.

ગ્લેન મેક્સવેલ અને મહિપાલ રોમરોરે ખાસ પ્રદર્શન કર્યુ નહોતુ. બંને સસ્તામાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. આમ બેંગ્લોરના મીડલ ઓર્ડરને કૃણાલ પંડ્યા અને રવિ બિશ્નોઈએ નિષ્ફળ બનાવી દેવામાં સફળતા મેળવી હતી. મેક્સવેલ 10 બોલમાં 9 રન નોંધાવીને કૃણાલનો શિકાર થયો હતો. લોમરોર 9 બોલમાં 14 રન નોંધાવ્યા હતા.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

પાટીદાર-ડીકેની જોડીએ જમાવટ કરી

મધ્યની ઓવરો દરમિયાન એક સમયે ટીમ ધીમી પડી હતી. એમ લાગી રહ્યુ હતુ કે લખનૌના બોલરો હાવી થવા જઈ રહ્યા છે. પરંતુ રજત પાટીદાર અને દિનેશ કાર્તિક બંનેએ જમાવટ કરી દીધી હતી. બંનેની જોડીનુ સમીકરણ બનવા સાથે જ જાણે કે બેંગ્લોરનો ગીયર ફરી એકવાર બદલાયો હતો. બંનેએ ધમાલ મચાવતી બેટીંગ શરુ કરી દઈ ટીમને 200 પ્લસ લઈ ગયા હતા. બંને વચ્ચે વિશાળ ભાગીદારી રમત થઈ હતી. અંતમાં તેઓએ 30 બોલમાં 84 રન મેળવી લીધા હતા.

પાટીદારે 50 બોલમાં સદી ફટકારી હતી. તે 112 રન સાથે અણનમ રહ્યો હતો. તેણે 54 બોલનો સામનો કરીને આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 છગ્ગા લગાવ્યા હતા અને 12 ચોગ્ગા નોંધાવ્યા હતા. દિનેશ કાર્તિકે 1 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 23 બોલમાં 37 રન નોંધાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">