AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષની કારકિર્દીમાં પહેલી સદી, દેશ છોડતાની સાથે જ કર્યો કમાલ, 19 છગ્ગા-ચોગ્ગા ફટકાર્યા

ઓસ્ટ્રેલિયા છોડ્યાના થોડા દિવસો પછી ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઇસિસ હેનરિક્સ પોર્ટુગીઝ ક્રિકેટ ટીમમાં જોડાયો અને તરત જ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. તેણે પોતાની પહેલી મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. જોકે પોર્ટુગલ તરફથી રમતા તેને ત્રીજી જ મેચમાં એ કમાલ કર્યો, જે તે 20 વર્ષથી ઓસ્ટ્રેલિયા તરફથી રમતા પણ ના કરી શક્યો.

20 વર્ષની કારકિર્દીમાં પહેલી સદી, દેશ છોડતાની સાથે જ કર્યો કમાલ, 19 છગ્ગા-ચોગ્ગા ફટકાર્યા
Moises HenriquesImage Credit source: X
| Updated on: Aug 20, 2026 | 9:06 PM
Share

પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જઈને પોતાને સ્થાપિત કરવું સહેલું નથી. રમતગમતની દુનિયામાં આવા કિસ્સાઓ અસંખ્ય છે, અને તે વધી રહ્યા છે. છતાં, એવા થોડા જ ખેલાડીઓ છે જે વર્ષો સુધી એક દેશ માટે રમ્યા હોય અને પછી બીજા દેશમાં પણ છાપ છોડી હોય. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મોઇસિસ હેનરિક્સ તે પસંદગીના ખેલાડીઓમાં એક છે. પોર્ટુગીઝ ટીમમાં જોડાવા માટે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયા છોડી ગયેલા હેનરિકસે તેની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા છોડી પોર્ટુગલ ટીમમાં સામેલ

હેનરિકસે થોડા અઠવાડિયા પહેલા જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ, તેણે પોર્ટુગલ ક્રિકેટમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ICC એસોસિયેટ સભ્ય પોર્ટુગલને ક્રિકેટમાં આગળ લાવવાના અને ખેલાડીઓને અનુભવી ખેલાડીઓ પાસેથી શીખવાની તક આપવાના ઉદ્દેશ્ય સાથે પોર્ટુગલ ક્રિકેટે હેનરિક્સને ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો. ટીમમાં જોડાયા પછી, હેનરિક્સે પોતાનો અનુભવ અને ક્ષમતા દર્શાવી છે.

હેનરિકસે સદી ફટકારી

પોતાની ડેબ્યૂ મેચમાં જોરદાર અડધી સદી ફટકાર્યા બાદ, હેનરિકેસે પોર્ટુગલ માટે પોતાની ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 20 ઓગસ્ટના રોજ ચેક રિપબ્લિક સામે ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ-રિજનલ યુરોપ ક્વોલિફાયરમાં બેટથી તબાહી મચાવી હતી. વાન્ટામાં રમાયેલી મેચમાં, પોર્ટુગલે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 211 રન બનાવ્યા હતા. કેપ્ટન હેનરિકેસે માત્ર 51 બોલમાં 111 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે તેણે પોતાની ઇનિંગમાં ફક્ત બાઉન્ડ્રીથી જ 90 રન બનાવ્યા હતા.

20 વર્ષ અને 300 મેચ પછી સદી

આ સદી હેનરિક માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે આ તેની 20 વર્ષની T20 કારકિર્દીની પહેલી સદી હતી. આ મેચ પહેલા, હેનરિકેસે 303 T20 મેચમાં 5,800 થી વધુ રન અને 28 અડધી સદી ફટકારી હતી. જોકે, તેણે ક્યારેય સદી ફટકારી ન હતી. ટીમ બદલ્યા બાદ પહેલી સદી ફટકારીને તેણે લાંબી રાહનો અંત લાવ્યો. મેચની વાત કરીએ તો, વરસાદને કારણે મેચ ટૂંકી કરવામાં આવી હતી, જેમાં ચેક રિપબ્લિક 8.5 ઓવરમાં માત્ર 24 રન જ બનાવી શક્યું હતું. પરિણામે, પોર્ટુગલે ડકવર્થ-લુઇસ પદ્ધતિથી 91 રનથી મેચ જીતી લીધી હતી.

માનવ સુથારને કોનાથી બચાવવા માંગે છે ચેતેશ્વર પૂજારા? ગાલે ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને કરી ખાસ અપીલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">