IPL 2023: KKR 6 ઓવરના ચક્રમાંથી બહાર નીકળી શકતી નથી, દરેક ઇનિંગમાં થઇ રહ્યો હાલ બેહાલ

DC vs KKR: દિલ્હી કેપિટલ્સ સામે કોલકત્તા નાઇટ રાઇડર્સે નવી ઓપનિંગ જોડી મેદાન પર ઉતારી હતી પણ કોલકત્તા નાઇટ રાઇડર્સ સારી શરૂઆત મેળવવામાં નિષ્ફળ રહી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સ પાલરપ્લેમાં સારી શરૂઆત મેળવી શકી ન હતી.

IPL 2023: KKR 6 ઓવરના ચક્રમાંથી બહાર નીકળી શકતી નથી, દરેક ઇનિંગમાં થઇ રહ્યો હાલ બેહાલ
Kolkata Knight Riders has failed in powerplay in IPL 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 11:43 PM

ટી20 ક્રિકેટમાં પાવરપ્લે મહત્વપૂર્ણ હોય છે. આ 6 ઓવરોમાં બેટીંગ ટીમના બેટ્સમેનોનું પ્રયત્ન હોય છે કે વધુમાં વધુ રન બનાવી ટીમને તોફાની શરૂઆત અપાવે. પણ કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ પાવરપ્લેમાં રન બનાવવામાં નિષ્ફળ તો રહી જ છે પણ વિકેટ પણ ગુમાવી છે. આઇપીએલ 2023 માં ગુરૂવારે પણ દિલ્હી કેપિટલ્સ સામે આ ટીમે આ જ કર્યુ હતુ.

દિલ્હી સામે અરૂણ જેટલી સ્ટેડીયમમાં કોલકત્તાની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી. પણ શરૂઆતની 6 ઓવરમાં આ ટીમ વધુ રન બનાવી શકી ન હતી અને વધુ વિકેટ પણ ગુમાવી હતી. પાવરપ્લેમાં કોલકત્તાએ 6 ઓવરમાં 35 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

પાવરપ્લેમાં ગુમાવી સૌથી વધુ વિકેટ

આ સીઝનમાં કોલકત્તાએ પાવરપ્લેમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ગુમાવી છે. કોલકત્તાની આ સીઝનની છઠ્ઠી મેચ હતી. આ 6 મેચમાં કોલકત્તાએ પાવરપ્લેમાં કુલ 15 વિકેટ ગુમાવી છે. કોલકત્તાના પાવરપ્લેમાં ખરાબ પ્રદર્શનનું કારણ એ છે કે ટીમ સતત પોતાની ઓપનીંગ જોડીમાં ફેરબદલ કરતી રહી છે. દિલ્હી સામે આ ટીમે નવી ઓપનીંગ જોડી મેદાન પર ઉતારી હતી અને જેસન રોય-લિટન દાસને ઓપનીંગ માટે મોકલી હતી.

આ સીઝનની કોલકત્તાની ત્રીજી ઓપનીંગ જોડી હતી. આ ટીમે શરૂઆત મંદીપ સિંહ અને રહમાનુલ્લાહ ગુરબાજની ઓપનિંગ જોડી સાથે કરી હતી. આ પછી ગુરબાજ અને એન જગદીસનની જોડીને તક આપી હતી અને પછી રોય-દાસની જોડીને પીચ પર ઉતારી હતી. છેલ્લી સીઝનમાં પણ કેકેઆરએ આ જ કર્યુ હતુ.

કોલકત્તા સસ્તામાં આઉટ

દિલ્હી સામે આ ટીમને સારી શરૂઆત મળી ન હતી અને આ કારણસર કોલકત્તા મોટો લક્ષ્યાંક સેટ કરવામાં નિષ્ફળ રહી હતી. દિલ્હી સામે કેકેઆર ફક્ત 127 રન જ બનાવી શકી હતી. કોલકત્તાને આ મેચ અગાઉ પણ સારી શરૂઆત મળી ન હતી પણ ટીમ મોટો ટાર્ગેટ સેટ કરવામાં સફળ રહી હતી. પણ આ મેચમાં કોલકત્તાના બેટ્સમેન ફેલ રહ્યા હતા. રિંકુ સિંહ અને નીતીશ રાણા બંને બેટ્સમેન ફેલ રહ્યા હતા. જેસન રોય વિકેટ પર ટકી રહ્યો હતો પણ 39 બોલમાં 43 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આંદ્રે રસેલ પણ અંતિમ ઓવર સુઘી રમ્યો હતો પણ દિલ્હીના બોલરોએ રસેલને હાથ ખોલવા દીધા ન હતા. અંતિમ ઓવરવમાં રસેલે મુકેશ કુમારની ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચો: IPL 2023ની મેચ જોવા પહોંચ્યા એપલના CEO ટિમ કુક, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પર રહી હાજર

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા

g clip-path="url(#clip0_868_265)">