IND vs WI: મેચ પહેલા કોહલી-પંડયા સામ-સામે, વિરાટે લીધી હાર્દિકની ક્લાસ, જુઓ Video

ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની તૈયારી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝથી શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા ખેલાડીઓએ નેટસમાં પ્રેક્ટિસ કરી હતી. જેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે, જેમાં વિરાટ હાર્દિક પંડયાને ચીઢવી રહ્યો છે.

IND vs WI: મેચ પહેલા કોહલી-પંડયા સામ-સામે, વિરાટે લીધી હાર્દિકની ક્લાસ,  જુઓ Video
Kohli-Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 11:17 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ બાદ હવે ODI સીરિઝ શરૂ થઈ ગઈ છે. બંને વચ્ચે 3 મેચની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ 2 મેચ બાર્બાડોસમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાશે. આ સિરીઝની સાથે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. મેચ શરૂ થવા પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી (Virat Kohli) અને હાર્દિક પંડયાનો એક વીડિયો વાયરલ થયો છે.

કોહલીએ હાર્દિક પંડ્યાની લીધી મજા

વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા બધાએ તૈયારી કરી લીધી છે. સીરિઝની પ્રથમ મેચ પહેલા કોહલીએ ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાને ચીડવ્યો હતો. વાસ્તવમાં પંડ્યાએ નેટ્સમાં કોહલી સામે બોલિંગ કરી હતી. કોહલીએ હાર્દિક પંડ્યાના બોલ પર સુંદર શોટ રમ્યો અને પછી પંડ્યાને ચીડવ્યા બાદ તે નેટ્સમાં ડાન્સ કરવા લાગ્યો. તેના ડાન્સનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પંડ્યાએ કોહલી તરફ જોવાનું શરૂ કર્યું

કોહલીને ચીડવ્યા બાદ પંડ્યા તેની સામે જોવા લાગ્યો. કોહલીની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. હવે તેની નજર વનડેમાં ઈતિહાસ રચવા પર છે. આ શ્રેણીમાં તે સૌથી ઝડપી 13 હજાર વનડે રન પૂરા કરનાર બેટ્સમેન બની શકે છે. તેણે ટેસ્ટ શ્રેણીમાં તેની 76મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. હવે તેની નજર વનડે પર છે. તેણે 274 વનડેમાં 12898 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ

પંડ્યા 4 મહિના પછી બ્લુ જર્સીમાં જોવા મળશે

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ માર્ચ પછી બ્લુ જર્સીમાં જોવા મળશે. તે વનડે શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેશે. જ્યારે ODI સીરિઝ બાદ તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સીરિઝ રમવા મેદાનમાં ઉતરશે. ODI સિરીઝની વાત કરીએ તો ભારતે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિલીઝ કરી દીધો છે. જ્યારે મુકેશ કુમારે પ્રથમ મેચમાં જ વનડે ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">