AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2026 : કોમનવેલ્થ ગેમ્સનું નામ અનેક વખત બદલવામાં આવ્યું, જાણો તેના ઈતિહાસ વિશે

19મી કોમનવેલ્થ ગેમ્સ નવી દિલ્હીમાં 3 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2010 દરમિયાન યોજાઈ હતી. આ પહેલીવાર હતું જ્યારે ભારતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ફરી એક વખત કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games ) ભારતમાં યોજાઈ શકે છે.

CWG  2026 : કોમનવેલ્થ ગેમ્સનું નામ અનેક વખત બદલવામાં આવ્યું, જાણો તેના ઈતિહાસ વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 1:41 PM
Share

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)ની શરૂઆત 1930માં પ્રથમ વખત કેનેડાના શહેર હેમિલ્ટનમાં યોજાઈ હતી. દર 4 વર્ષના અંતરે યોજાતી આ રમતોના ટાઈટલ વિશે વાત કરીએ તો, 1930 થી અત્યાર સુધીમાં આ રમતોના નામ 4 વખત બદલવામાં આવ્યા છે. શરુઆતમાં આ રમતને બ્રિટિશ એમ્પાયર રમતના નામથી ઓળખ મળી હતી અને 1930 થી 1950 સુધી આ નામે રમાતી હતી. આ પછી આ ગેમ્સનું નામ બદલીને ‘બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું.

આ રમતો 12 વર્ષ (1954 થી 1966) સુધી બ્રિટિશ એમ્પાયર અને કોમનવેલ્થ નામથી યોજાઈ હતી.

આ પણ વાંચો : Commonwealth games 2026 : અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ 2026, ઓસ્ટ્રેલિયા હોસ્ટિંગમાંથી દુર થયું

1970માં આ રમતની શરુઆત પહેલા ફરી એક વખત નામ બદલવામાં આવ્યું હતુ. તે વખતે તેનું નામ ‘બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ’ નામ આપવામાં આવ્યું હતું. બે સિઝન પછી, 1978 માં ચોથી વખત ફરીથી ગેમ્સનું નામ બદલવામાં આવ્યું અને આ વખતે તેને ‘કોમનવેલ્થ ગેમ્સ’ નામ મળ્યું. શરૂઆતમાં, ઘણા દેશો તેમના નામના કારણે આ રમતોમાં ભાગ લેતા ન હતા. પરંતુ 40 વર્ષ પહેલા જ્યારે આ ગેમ્સનું નામ બદલીને ‘કોમનવેલ્થ ગેમ્સ’ રાખવામાં આવ્યું, ત્યાર બાદ તેમાં ભાગ લેનારા દેશોની સંખ્યામાં આશ્ચર્યજનક રીતે વધારો થયો.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સૌથી શાનદાર વર્ષ 2010

ભારતે 1930, 1950, 1962 અને 1986માં આ ગેમ્સમાં ભાગ લીધો ન હતો, જ્યારે 1938 (સિડની) અને 1954 (વેનકુવર)માં બે વખત કોઈ મેડલ વિના સ્વદેશ પરત ફર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સૌથી શાનદાર વર્ષ 2010 હતું, જ્યારે ભારતે ગેમ્સની યજમાની કરી હતી અને ઘરઆંગણે રમતા 101 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહી હતી. આમાં ઓસ્ટ્રેલિયા 180 મેડલ સાથે ટોચ પર હતું.

કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાશે!

2026 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સમિતિ ગુજરાત સરકાર સાથે મળીને આ માટે દાવો રજૂ કરી શકે છે. જો ભારતને આ હોસ્ટિંગ મળશે તો દેશમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવ યુ એ પટેલે પીટીઆઈ આવા સમાચારોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રમત ગમત વિભાગનું ધ્યાન 2036 ઓલિમ્પિક્સ છે.”અમારું ધ્યાન અત્યારે 2036 ઓલિમ્પિકના હોસ્ટિંગ મેળવવા પર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">