Commonwealth games 2026 : અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ 2026, ઓસ્ટ્રેલિયા હોસ્ટિંગમાંથી દુર થયું
CWC 2026 : ગુજરાત સરકારે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માટે અમદાવાદ ( Ahmedabad)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ માટે બોલી લગાવી શકે છે.
Commonwealth games 2026 : 2026 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાતમાં યોજાઈ શકે છે. ભારતીય ઓલિમ્પિક સમિતિ ગુજરાત સરકાર સાથે મળીને આ માટે દાવો રજૂ કરી શકે છે. જો ભારતને આ હોસ્ટિંગ મળશે તો દેશમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth games )નું આયોજન થશે. અગાઉ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોમનવેલ્થ ફેડરેશને 2026ની ગેમ્સની યજમાની વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયાને સોંપી હતી પરંતુ મંગળવારે, વિક્ટોરિયન સરકારે વધારે બજેટને કારણે તેને હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, કોમનવેલ્થ ફેડરેશન 2026 ગેમ્સના આગામી યજમાનની શોધ શરૂ છે. આ માટે નવેસરથી બોલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શું 2026 કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાઈ શકે છે?
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગેમ્સ ભારતમાં પણ યોજવામાં આવી શકે છે. ભારતે છેલ્લે વર્ષ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. બીજી તરફ, 2026ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ શહેરને સૌથી ફેવરિટ માનવામાં આવે છે, કારણ કે 2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે અમદાવાદની બોલી લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
2028 સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ પૂર્ણ
આવી સ્થિતિમાં, વિક્ટોરિયાના ખસી ગયા બાદ અમદાવાદ આ ગેમ્સ માટે બોલી લગાવી શકે છે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને ગુજરાત સરકાર સાથે જોડાયેલા સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે 2028 સુધીમાં તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.
1930માં પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ
પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930માં યોજાઈ હતી, જેનું આયોજન કેનેડાના હેમિલ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ 1930ના રોજ શરૂ થઈ અને 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ. જે ત્યારે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે જાણીતી હતી. ઉદ્ઘાટન આવૃત્તિમાં 11 દેશો અને 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ પણ આ ગેમ્સમાં ભાગ લીધો હતો, પરંતુ માત્ર સ્વિમિંગ ઈવેન્ટ્સમાં. કેનેડિયન એથ્લેટ ગોર્ડન સ્મોલકોમ્બે કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રિપલ જમ્પમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
1930 કોમનવેલ્થ ગેમ્સની ઉદઘાટન સમારંભ અને મોટાભાગની ઇવેન્ટ્સ સિવિક સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, 1942 અને 1946 માં બીજા વિશ્વયુદ્ધને કારણે વિરામ સિવાય, દર ચાર વર્ષે કોમનવેલ્થ ગેમ્સ યોજાય છે. આ ઇવેન્ટ ઔપચારિક રીતે 1978 થી કોમનવેલ્થ ગેમ્સ તરીકે જાણીતી બની હતી.
અમારું ધ્યાન અત્યારે 2036 ઓલિમ્પિકના હોસ્ટિંગ પર
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવ યુ એ પટેલે આવા સમાચારોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રમત ગમત વિભાગનું ધ્યાન 2036 ઓલિમ્પિક્સ છે.”અમારું ધ્યાન અત્યારે 2036 ઓલિમ્પિકના હોસ્ટિંગ મેળવવા પર છે. હાલમાં, 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી કરવા માટે અમારી તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી,તેવું પીટીઆઈને જણાવ્યું હતું.