Good News : ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની મોહિના કુમારીના ઘરે આવી નાનકડી પરી, અભિનેત્રીએ તસવીર કરી શેયર

અભિનેત્રીએ 15 એપ્રિલે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેની માહિતી હવે મોહિનાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ સાથે શેયર કરી છે. મોહિના કુમારીએ ચાહકો સાથે તે (Mohena Kumari New Born Baby) ની તસવીર શેયર કરી છે.

Good News : 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની મોહિના કુમારીના ઘરે આવી નાનકડી પરી, અભિનેત્રીએ તસવીર કરી શેયર
MOHENA KUMARI shared pictures of her baby
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 10:59 AM

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો (Yeh Rishta Kya Kehlata Hai) ની અભિનેત્રી રહી ચૂકેલી મોહિના કુમારી (Mohena Kumari) માતા બની ગઈ છે. નાનકડી પરી મોહિનાના ઘરે આવી છે. તેણે આ સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટા (Mohena Kumari Shared Good News) પર શેયર કર્યા અને ચાહકો માટે પોસ્ટ કર્યા. અભિનેત્રીએ 15 એપ્રિલે એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેની માહિતી હવે મોહિનાએ સોશિયલ મીડિયા (Mohena Kumari New Born Baby) પર એક લાંબી પોસ્ટ સાથે શેયર કરી છે. મોહિના કુમારીએ ચાહકો સાથે જે તસવીર શેયર કરી છે, તેમાં બાળકીનો હાથ દેખાઈ રહ્યો છે. મોહિનાએ પોતાના એક ફોટોમાં, તેનો, તેના પતિ અને તેની પુત્રીના હાથ એકની ઉપર એક રાખેલા છે.

મોહિનાએ આ પોસ્ટ કરી શેયર

આ તસવીર શેયર કરતા મોહિનાએ એક લાંબી નોટ લખી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, 15 એપ્રિલે અમારા પહેલા બાળકે આ દુનિયામાં પગ મૂક્યો છે. આપ સૌના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. મને આવામાં સમય મળી શક્યો નહીં. 15મી પછી બધું બદલાઈ ગયું હોય તેવું લાગે છે. હોસ્પિટલનો પલંગ, બેબી, નર્સ, બેબી ફીડિંગ, બાળકના રડવાનો અવાજ, તેને રાત્રે સૂવા ન દેવી, રિકવરી અને દવાઓ આ બધું ચાલે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મોહિનાની પોસ્ટ અહીં જુઓ

મોહિનાએ દિલની લાગણી કરી વ્યક્ત

મોહિનાએ આગળ કહ્યું- ‘સુયશ અને હું આ સમયે અનેક પ્રકારની લાગણીઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે પહેલા આ લાગણીઓ અનુભવી નથી. અમે હંમેશા ખૂબ જ સકારાત્મક અને મજબૂત રહ્યા છીએ. અમે હંમેશા એકબીજાનું ધ્યાન રાખ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે જીવનમાં ઘણા ફેરફારો થશે. હવે અમે એકબીજાની પહેલા કરતા વધુ કાળજી રાખીશું. આ દુનિયામાં અમારી એન્જલ આવી છે. તે અમારા માટે ખૂબ જ ખાસ છે. આ મારા પતિ માટે ખૂબ જ ખાસ છે. હવે અમે પેરેન્ટ્સ હૂડનો આનંદ માણી રહ્યા છીએ. આશા છે કે અમને હંમેશા આવો જ તમારો પ્રેમ અને આશીર્વાદ મળતા રહે.

તમને જણાવી દઈએ કે, મોહિના પ્રેગ્નન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. આ દરમિયાન મોહિનાએ ઘણી વખત સોશિયલ મીડિયા પર ડાન્સ પીસ પણ અપલોડ કર્યા હતા. ચાહકોએ તેને બેબી બમ્પ સાથે ઝૂમતા જોવી ખૂબ પસંદ કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Blood Pressure : સાયલન્ટ કિલરનું કામ કરે છે હાઈ બ્લડ પ્રેશર, આંતરડાની સમસ્યાઓ પણ હોય શકે છે મુખ્ય કારણ

આ પણ વાંચો:  બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો

g clip-path="url(#clip0_868_265)">