IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા?

વિરાટ કોહલીએ IPL 2026ની શરૂઆત કરી દીધી છે. પહેલા પ્રેક્ટિસ સેસનમાં વિરાટ કોહલીએ લાંબા-લાંબા છગ્ગા મારવાની પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યો છે, શું આ વખતે વિરાટ કોહલી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માને પાછળ પાડશે?

IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા?
| Edited By: | Updated on: Mar 20, 2026 | 4:47 PM

Virat Kohli IPL 2026: IPLના 19 માં સીજનમાં વિરાટ કોહલી ચોગ્ગામાં નહીં પરંતુ છગ્ગામાં ડીલ કરવાનો છે. વિરાટ કોહલીએ IPL 2026ની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસ સેસનમાં આ ખેલાડી અલગ જ પ્રકારે બેટિંગ કરવા જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ RCBના નેટ પ્રેક્ટિસ સેસનમાં બોલરોની ભરપૂર ધોલાઈ કરી હતી. વિરાટ કોહલી ચોગ્ગાની જગ્યાએ છગ્ગા મારતા વધારે જોવા મળ્યો હતો. તેના ચાબુક જેવા શોટ્સ જોઈને એવું લાગે છે કે IPLનો આ ધુરંધર આ વખતે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા જેવા સિક્સ હિટર્સને પાછળ પાડવાની તૈયારીમાં લાગે છે.

વિરાટ કોહલી બનશે સિક્સર કિંગ ?

વિરાટ કોહલી તેના પ્રેક્ટિસ સેસનમાં લાંબા-લાંબા છગ્ગા મારતા જોવા મળ્યો છે. આ ખેલાડી હવે ક્લાસિક બૅટિંગની સાથે પાવરફૂલ શોટ્સ પણ મારી રહ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ, તે માત્ર વન-ડે ફોર્મેટ જ રમે છે અને તેમાં પણ વિરાટે તેની રમવાની સ્ટાઇલ બદલી દીધી છે. વિરાટ કોહલી હવે મેદાનમાં આવતાની સાથે જ મોટા સ્ટ્રોક રમી રહ્યો છે. તે ક્રીઝ પર આવતા જ છગ્ગાનો વરસાદ કરી દે છે.

શું વિરાટ કોહલી તોડશે IPLમાં સિક્સરનો રેકોર્ડ ?

વિરાટ કોહલીએ IPL 2016માં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હતા. RCB માટે રમતા તેણે તે સીઝનમાં 38 છગ્ગા માર્યા હતા, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે, IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી અભિષેક શર્મા છે, જેણે વર્ષ 2024માં 42 છગ્ગા ફટકાર્યા હતા. વાત કરીએ સર્વકાલીન રેકોર્ડની તો, એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે 2012ની સીઝનમાં 15 મેચોમાં 59 છગ્ગા માર્યા હતા. વિરાટ કોહલી અત્યારે જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તે જોતા એવું લાગે છે કે આ વખતે તેની નજર આ જ રેકોર્ડ પર હશે. જો આ સીઝનમાં વિરાટ, અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી કરતા પણ વધુ છગ્ગા ફટકારે, તો નવાઈ પામશો નહીં!

જબરદસ્ત ફોર્મમાં છે વિરાટ કોહલી

વિરાટ કોહલીના વર્તમાન ફોર્મની વાત કરીએ તો, વિરાટે ગયા વર્ષે 9 વન-ડે મેચ રમી હતી. જેમાં 3 શતક અને 3 અર્ધશતક હતા. વિરાટેતે દરમિયાન 616 રન બનાવ્યા હતા. વિરાટ તેનું આ ફોર્મ IPLમાં ચાલુ રાખશે તો RCBને ફરી એકવાર ચેમ્પિયન બનતા કદાચ જ કોઈ રોકી શકશે.

IPL Records: શું કોઈ બૅટ્સમેન કોહલીના 973 રનનો રેકોર્ડ તોડી શકશે ? જુઓ IPLના એવા રેકોર્ડ્સ જેને તોડવા ‘Impossible’

Follow Us