1 રનમાં 6 વિકેટ, 2 બોલરોએ મચાવી તબાહી, 20 ઓવરની મેચનું પરિણામ 43 બોલમાં જ નક્કી થઈ ગયું!
કેરળ ક્રિકેટ લીગમાં ત્રિવેન્દ્રમ રોયલ્સ ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ 18.1 ઓવરમાં માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને 33 રનથી મેચ હારી ગઈ. તેમની હારનું કારણ 2 બોલર ફાઝીલ ફાનોસ અને આનંદ જોસેફ હતા. બંનેએ 43 બોલમાં જ આખી ગેમ પલટી નાખી.
કેરળ ક્રિકેટ લીગમાં ત્રિવેન્દ્રમ રોયલ્સ અને એલેપ્પી રિપલ્સ વચ્ચે રમાયેલ T20 મેચ આમ તો 20-20 ઓવરમાં જ પૂર્ણ થઈ હતી. પરંતુ, તેના પરિણામની સ્ક્રિપ્ટ 43 બોલમાં જ લખાઈ ગઈ હતી. આ 43 બોલમાં ફાઝિલ ફાનુસ અને આનંદ જોસેફ નામના બે બોલરોએ એવી તબાહી મચાવી કે મેચનું પરિણામ જ બદલાઈ ગયું. આ બંને બોલર મેચમાં એલેપ્પી રિઝર્વનો ભાગ હતા. અને, એવી રીતે બોલિંગ કરી કે ટીમને મેચ જીતવા માટે વધારે મહેનત કરવી પડી નહીં.
મેચ જીતવા 146 રનનો ટાર્ગેટ
એલેપ્પીએ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાની હેઠળની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવ્યા હતા અને ત્રિવેન્દ્રમ રોયલ્સને જીતવા માટે 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, જ્યારે ત્રિવેન્દ્રમ રોયલ્સ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે પરિસ્થિતિ થોડી અલગ જ દેખાતી હતી.
ત્રિવેન્દ્રમ રોયલ્સની 6 વિકેટ 1 રનમાં પડી!
ત્રિવેન્દ્રમ રોયલ્સની પ્રથમ 2 વિકેટ સ્કોર બોર્ડમાં કોઈ રન ઉમેર્યા વિના પડી ગઈ હતી. આ પછી સ્કોરમાં 1 રનનો ઉમેરો થયો પરંતુ તે ઉમેરતાની સાથે જ ત્રીજો ફટકો પણ લાગ્યો. હવે એક રનમાં 3 વિકેટ હતી અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મધ્ય ઓવરોમાં આ મુશ્કેલ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ટીમે 7 વિકેટે 112 રન બનાવ્યા હતા. પરંતુ, તે પછી બાકીના 3 ખેલાડીઓ સ્કોર બોર્ડમાં કોઈ રન ઉમેર્યા વગર ડગઆઉટમાં પરત ફર્યા. મતલબ કે આખી ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો આપણે આ રીતે જોઈએ તો, પ્રથમ 3 વિકેટ અને છેલ્લી 3 વિકેટ મળીને 6 વિકેટ ત્રિવેન્દ્રમ રોયલ્સની માત્ર 1 રનમાં પડી હતી, જે તેમની હારનું મુખ્ય કારણ બન્યું હતું.
2 બોલરોએ 43 બોલમાં 8 વિકેટ ઝડપી
ત્રિવેન્દ્રમ રોયલ્સ ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. તેઓએ 18.1 ઓવરમાં માત્ર 112 રન બનાવ્યા અને 33 રનથી મેચ હારી ગઈ. ત્રિવેન્દ્રમ રોયલ્સની આ ખરાબ સ્થિતિનું કારણ એલેપ્પીના બે બોલર ફાઝીલ ફાનોસ અને આનંદ જોસેફ હતા. આ બંનેએ મળીને 43 બોલમાં ત્રિવેન્દ્રમ રોયલ્સની 8 વિકેટો વહેંચી હતી. ફાઝિલે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે આનંદ જોસેફે 3.1 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને લાગ્યો મોટો ઝટકો, 5 વર્ષમાં પહેલીવાર આવી ખરાબ થઈ હાલત