Hardik Pandya: કપિલે દેવે પૂછી લીધો તીખો સવાલ, શું હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કહી શકાય?
હાર્દિક પંડ્યા (Hardik Pandya) લાંબા સમયથી ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે અને તેની બોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.
જ્યારથી હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો છે, ત્યારથી તેની સરખામણી વિશ્વ વિજેતા કેપ્ટન, મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ (Kapil Dev) સાથે કરવામાં આવે છે. જોકે પંડ્યા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેથી તેને ટીમમાંથી આરામ આપવાામાં આવ્યો છે. ઈજાના કારણે તે લાંબા સમયથી બોલિંગ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં કપિલ દેવે શુક્રવારે પૂછ્યું કે, શું હાર્દિક પંડ્યા એટલી બોલિંગ ન કરતો હોવા છતાં તેને ઓલરાઉન્ડર કહી શકાય?
મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતીય ટીમના અભિન્ન અંગ એવા પંડ્યાએ તાજેતરના T20 વર્લ્ડ કપમાં માત્ર બે મેચમાં બોલિંગ કરી હતી. ભારત ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગયું હતું. પંડ્યાની ફિટનેસ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ જાહેર ન કરવા બદલ તેની ટીકા પણ થઈ રહી છે. તેને ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી હતી.
કપિલે રોયલ કોલકાતા ગોલ્ફ કોર્સમાં કહ્યું, ઓલરાઉન્ડર કહેવા માટે, તેણે બંને કાર્ય કરવા પડશે. જો તે બોલિંગ ન કરતો હોય તો શું તેને ઓલરાઉન્ડર કહેવાશે? તે ઈજામાંથી સાજો થઈ ગયો છે, તેથી તેને પહેલા બોલિંગ કરવા દો. તે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેટ્સમેન છે. બોલિંગ માટે તેણે ઘણી મેચ રમવી પડશે અને સારું પ્રદર્શન કરવું પડશે. તો જ આપણે તેને કહી શકીએ.
રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત
કપિલે એમ પણ કહ્યું કે રાહુલ દ્રવિડ ક્રિકેટર કરતાં કોચ તરીકે વધુ સફળ થશે. તેણે કહ્યું, તે એક સારો વ્યક્તિ છે અને એક સારો ક્રિકેટર પણ છે. તે એક ક્રિકેટર તરીકે જેટલો સફળ હતો તેટલો જ તે કોચ તરીકે પણ વધુ સફળ થશે.
કપિલને જ્યારે તેના ફેવરિટ ઓલરાઉન્ડર વિશે પૂછવામાં આવ્યું તો તેણે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનું નામ લીધું. તેણે કહ્યું, આજકાલ હું માત્ર ક્રિકેટનો આનંદ માણવાનું જાણું છું. એ મારું કામ છે. હું તમારા દૃષ્ટિકોણથી જોતો નથી. ,
પોતાના ફેવરિટ ઓલરાઉન્ડર વિશે તેણે કહ્યું કે, હું અશ્વિનનું નામ લઈશ. તે અદ્ભુત છે. જાડેજા પણ એક મહાન ક્રિકેટર છે પરંતુ તેની બેટિંગમાં સુધારો થયો છે, તો બોલિંગ ખરાબ થઈ ગઈ છે.
તેણે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર શ્રેયસ અય્યરના વખાણ કરતા કહ્યું કે, જ્યારે યુવા બેટ્સમેન ડેબ્યૂમાં સદી ફટકારી રહ્યા હોય તો સમજી લેવું કે રમત સાચી દિશામાં જઈ રહી છે. અમને તેના જેવા ક્રિકેટરની જરૂર છે.