AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irani Cup : ઈશાન કિશને પોતાના જ પગ પર મારી કુહાડી, કરી આ મોટી ભૂલ

લખનૌમાં ચાલી રહેલા ઈરાની કપમાં સરફરાઝ ખાને ડબલ સેન્ચુરી અને અભિમન્યુ ઈશ્વરને શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી મોટી ઈનિંગ રમવાની તક ગુમાવી. સાથે જ આગામી સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં કમબેકના ચાન્સ પણ ઓછા કરી દીધા.

Irani Cup : ઈશાન કિશને પોતાના જ પગ પર મારી કુહાડી, કરી આ મોટી ભૂલ
Ishan KishanImage Credit source: GETTY IMAGES
| Updated on: Oct 03, 2024 | 5:49 PM
Share

એક તરફ ઈરાની કપમાં સરફરાઝ ખાને બેવડી સદી અને અભિમન્યુ ઈશ્વરને સદી ફટકારી, તો બીજી તરફ ઈશાન કિશન પોતાની જ ભૂલને કારણે વિકેટ ગુમાવી બેઠો. ઈશાન કિશન લખનૌના મેદાન પર સેટ થયો હતો પરંતુ પછી તેણે ભૂલ કરી અને 38 રન પર તેની વિકેટ ગુમાવી દીધી. ઈશાન કિશન ક્રિઝ પર સેટ હતો. તેણે 59 બોલનો સામનો કર્યો હતો પરંતુ 60માં બોલ પર તે મુંબઈના વિકેટકીપર મોહિત અવસ્થીના હાથે કેચ આઉટ થયો હતો.

ઈશાન માટે આ ઈનિંગ મહત્વની હતી

ઈશાન કિશનનું આ રીતે આઉટ થવું તેના માટે મોટો આંચકો છે. આ ખેલાડીને બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને હવે ઈશાન ઈરાની કપમાં પણ નિષ્ફળ ગયો હતો. જો ઈશાને આ મેચમાં મોટી ઈનિંગ રમી હોત અને સદી ફટકારી હોત તો ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો તેનો દાવો વધુ મજબૂત થઈ શક્યો હોત પરંતુ એવું થયું નહીં.

ટીમ ઈન્ડિયામાં વાપસીનું લક્ષ્ય

ઈશાન કિશન ગયા વર્ષે ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે તેને ટીમમાં વાપસી કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ ખેલાડીનો ઉદ્દેશ્ય ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો રહેશે જેથી કરીને તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકે. તે પહેલા ઈશાન પાસે ઘણી તકો હશે પરંતુ આ માટે તેને સતત સારું પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે.

અભિમન્યુ ઈશ્વરની સદી

ઈશાન કિશન લાંબી ઈનિંગ ન રમી શક્યો, પરંતુ તેની ટીમના ઓપનર અભિમન્યુ ઈશ્વરને શાનદાર સદી ફટકારી હતી. મોટી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ઈશ્વરનનો સ્ટ્રાઈક રેટ 70થી વધુ હતો. ઈશ્વરને આ મેચમાં તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 26મી સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે આ તેની સતત ત્રીજી સદી છે. ઈશ્વરને દુલીપ ટ્રોફીની 2 મેચમાં 2 સદી ફટકારી હતી અને હવે તેણે ઈરાની કપમાં પણ સદી ફટકારી છે.

આ પણ વાંચો: T20 લીગમાં વધુ રમવા માટે આ સ્ટાર ખેલાડીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી દીધો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">