IPL 2023 Points Table: કોલકાતા સામે હાર સાથે RCB એ ગૂમાવ્યુ ત્રીજુ સ્થાન, KKR એ લગાવી મોટી છલાંગ
IPL 2023 Points Table in Gujarati: કોલકાતા નાઈટ રાઈડર્સે ઈડન ગાર્ડન્સમાં હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ સ્થાન પડાવી લીધુ છે. KKR હવે RCB ને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચ્યુ છે.

ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ન્ડન્સમાં IPL 2023 ની 9મી મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાએ 81 રનથી બેંગ્લોરની સામે જીત મેળવી હતી. નિતીશ રાણાની કેપ્ટનશિપ ધરાવતી કોલકાતાની ટીમ માટે આ મોટી જીત હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ સહિતના સ્ટાર ખેલાડીઓ ભરેલી ટીમને માત્ર 123 રનમાં જ સમેટી દઈને આ જીત મેળવી હતી. આ સાથે જ કોલકાતાને પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફાયદો થયો છે. વિશાળ છલાંગ લગાવીને હવે કોલકાતાની ટીમ સીધી જ બીજા સ્થાને પહોંચી છે.
આ પહેલા ત્રીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હતુ. પરંતુ કોલકાતાની ટીમે બેંગ્લોરને હરાવવા સાથે તેનુ સ્થાન પડાવી લીધુ છે. બેંગ્લોરની ટીમ આ પહેલા ત્રીજા ક્રમે હતી જ્યાં હવે કોલકાતા પહોંચ્યુ છે. બેંગ્લોર હવે પોઈન્ટ્સ ટેબલમાં નિચે સરક્યુ છે. આ પહેલા મુંબઈ સામે સિઝનમાં પોતાની પ્રથમ મેચ જીતીને બેંગ્લોર શાનદાર શરુઆત કરી હોવાની ચર્ચા હતી. પરંતુ બીજી મેચમાં જ ઉલટો દેખાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2023: CSK ના કોચ ડ્વેન બ્રાવોની હોટ ગર્લફ્રેન્ડ ખૂબસૂરતી કરતા વધારે તેના શોખને કારણે ચર્ચામાં રહે છે, જુઓ Viral Photo
RCB ને રનરેટમાં નુક્શાન
બેંગ્લોરની ટીમ સીધી જ સાતમા ક્રમે પટકાઈ છે. જોકે મુંબઈ સામેની જીત સાથે 2 પોઈન્ટ બેંગ્લોરના ખાતામાં છે. પરંતુ હવે કોલકાતા સામે શરમજનક હાર બાદ હવે બેંગ્લોરની રનરેટ ખૂબ જ નિચે સરકી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે ધમાકેદાર જીત સાથે 1.981 નેટ રન રેટ ધરાવતી બેંગ્લોરની ટીમ હવે બીજી મેચ બાદ -1.256 ની નેટ રન રેટ ધરાવે છે. જેને લઈ હવે બેંગ્લોર હવે રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સથી નિચે સરકી ગઈ છે. જેના બાદ આઠમાં ક્રમે હવે દિલ્હી કેપિટલ્સ છે.
| IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | નેટ રનરેટ | પોઈન્ટ |
| 1 | ગુજરાત ટાઈટન્સ | 2 | 2 | 0 | 0.700 | 4 |
| 2 | પંજાબ કિંગ્સ | 2 | 2 | 0 | 0.333 | 4 |
| 3 | કોલકાતા નાઈટ રાઈડર્સ | 2 | 1 | 1 | 2.056 | 2 |
| 4 | રાજસ્થાન રોયલ્સ | 2 | 1 | 1 | 1.675 | 2 |
| 5 | લખનૌ સુપર જાયન્ટ્સ | 2 | 1 | 1 | 0.950 | 2 |
| 6 | ચેન્નાઈ સુપર કિંગ્સ | 2 | 1 | 1 | 0.036 | 2 |
| 7 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 2 | 1 | 1 | -1.256 | 2 |
| 8 | દિલ્હી કેપિટલ્સ | 2 | 0 | 2 | -1.703 | 0 |
| 9 | મુંબઈ ઈન્ડિયન્સ | 1 | 0 | 1 | -1.981 | 0 |
| 10 | સનરાઈઝર્સ હૈદરાબાદ | 1 | 0 | 1 | -3.600 | 0 |
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…