IPL 2023 Points Table: ગુજરાત ટાઈટન્સ નંબર-1, દિલ્હીની હારનો મુંબઈને લાગ્યો ઝટકો
IPL 2023 Points Table in Gujarati: કોલકાતા નાઈટ રાઈડર્સને તેના જ ઘરમાં હરાવીને ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 સ્થાન પર પહોંચ્યુ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વધુ નિચે સરક્યુ છે.

IPL 2023 માં શનિવારે ડબલ હેડર દિવસમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરબાદે જીત મેળવી હતી. ગુજરાત ટાઈટન્સે કોલકાતા સામે ઈડન ગાર્ડન્સમાં જીત મેળવી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમતા દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. આમ શનિવારે હોમગ્રાઉન્ડ પર રમનારી ટીમોએ હાર સહન કરવી પડી હતી. જ્યારે મહેમાન ટીમોએ જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ નંબર-1 સ્થાન પર પહોંચી ચુક્યુ છે.
રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી છે. જ્યારે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી છે. રાજસ્થાન પાસે આજે ફરી નંબર 1 બનવાનો મોકો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કંગાળ પ્રદર્શનને સુધારવાનો મોકો છે. ગુજરાત સામે અમદાવાદમાં મુંબઈએ તેની અંતિમ મેચમાં ખરાબ રીતે હાર મેળવી હતી. જેને લઈ મુંબઈ 9માં ક્રમે સરક્યુ છે.
KKR ને હરાવી ગુજરાત નંબર-1
ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. કોલકાતાએ 7 વિકેટ ગુમાવીને 179 રન નોંધાવ્યા હતા. રહેમાનુલ્લાહ ગુરબાઝે 39 બોલમાં 81 રનની જબરદસ્ત ઈનીંગ ગુજરાતી સામે રમી હતી. તેણે 7 છગ્ગા જમાવ્યા હતા. જ્યાર જવાબમાં ગુજરાતની ટીમે વિજય શંકરની અડધી સદી વડે 3 વિકેટથી જીત મેળવી હતી. 18મી ઓવરમાં જ ગુજરાતે વિજય નોંધાવ્યો હતો. શુભમન ગિલ 1 રનથી અડધી સદી ચુક્યો હતો. વિજય શંકરે 5 છગ્ગા જમાવીને પોતાની અણનમ અડધી સદી નોંધાવી હતી.
રાજસ્થાન રોયલ્સ સિઝનમાં અત્યાર સુધી સૌથી સારો નેટ રનરેટ ધરાવે છે. પરંતુ ગુજરાત ટાઈટન્સે શનિવારે પોતાની છઠ્ઠી જીત નોંધાવતા જ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપરનુ સ્થાન હાંસલ કર્યુ હતુ. રાજસ્થાનની રવિવારે હાર ફરીથી નંબર વન પર પહોંચવામાં અંતર સર્જી શકે છે.
MI વધુ નિચે સરક્યુ
મુંબઈ ઈન્ડિયન્સની હાલત વધુ ખરાબ બની રહી છે. રોહિત શર્માની આગેવાની ધરાવતી ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ આ સિઝનમાં તળીયાના સ્થાન પર છે. દિલ્હી સૌથી છેલ્લે 10માં ક્રમે અને મુંબઈ 9માં ક્રમે સરકી છે. આ પહેલા મુંબઈ 8માં ક્રમે રહ્યુ હતુ. પરંતુ હૈદરાબાદે જીત મેળવતા જ તેણે પોતાના સ્થાનમાં સુધારો કર્યો છે.
| IPL 2023 પોઈન્ટ્સ ટેબલ | ||||||
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | NRR | PTS |
| 1 | GT | 8 | 6 | 2 | 0.638 | 12 |
| 2 | RR | 8 | 5 | 3 | 0.939 | 10 |
| 3 | LSG | 8 | 5 | 3 | 0.841 | 10 |
| 4 | CSK | 8 | 5 | 3 | 0.376 | 10 |
| 5 | RCB | 8 | 4 | 4 | -0.139 | 8 |
| 6 | PBKS | 8 | 4 | 4 | -0.510 | 8 |
| 7 | KKR | 9 | 3 | 6 | -0.147 | 6 |
| 8 | SRH | 8 | 3 | 5 | -0.577 | 6 |
| 9 | MI | 8 | 3 | 4 | -0.620 | 6 |
| 10 | DC | 8 | 2 | 6 | -0.898 | 4 |
આ પણ વાંચોઃ Cheteshwar Pujara Century: ચેતેશ્વર પુજારાએ WTC Final પહેલા જમાવ્યો રંગ, નોંધાવી બીજી સદી
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…