IPL 2023 Points Table: ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને રાજસ્થાન ‘રોયલ’ સ્થાન પર, ગુજરાત માટે નંબર 1 દૂર!

IPL 2023 Points Table in Gujarati: રાજસ્થાન રોયલ્સે 2008 બાદ પ્રથમ વાર ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હાર આપી છે. બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાને રોમાંચક સ્થિતીમાં 3 રનથી મેચને જીતી લીધી હતી.

IPL 2023 Points Table: ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને રાજસ્થાન 'રોયલ' સ્થાન પર, ગુજરાત માટે નંબર 1 દૂર!
IPL 2023 Points Table in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 10:10 AM

IPL 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સને માટે બુધવારે એ દિવસ જોવો પડ્યો હતો, જેની આશા નહોતી. રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં વર્ષ 2008 બાદ ક્યારેય હાર્યુ જ નહોતુ. પરંતુ બુધવારે સંજૂ સેમસન અને તેની ટીમે એ કામ કરી દેખાડ્યુ. એ પણ ચેન્નાઈના કેપ્ટન અને દુનિયાના શ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્રસિંહ ધોનીની હાજરીમાં. ધોની અને રવિન્દ્ર જાડેજા બંને અંતિમ ઓવરમાં ક્રિઝ પર હતા, બંને બેટ વડે મોટા મોટા છગ્ગા જમાવી રહ્યા હતા. આ વચ્ચે જ 3 રનથી ચેન્નાઈને હારનો સ્વાદ ચેપોકમાં સંજૂએ ચખાડ્યો હતો. આ સાથે જ રાજસ્થાન રોયલ્સ ટીમ નંબર 1 ના સ્થાન પર પહોંચી છે.

રાજસ્થાન હવે પોઈન્ટ્સ ટેબલમાં રોયલ છે. રાજસ્થાનનો ઈરાદો બુધવારે મેચ પહેલાથી જ આ સ્થાને પહોંચવાનો હતો. ટીમના ખેલાડીઓ પાસે ગજબનો જૂસ્સો હતો અને એ જૂસ્સાએ અંતિમ ઓવરમાં ચેન્નાઈના આત્મવિશ્વાસ સામે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સ હવે લખનૌ સુપર જાયન્ટ્સને પાછળ છોડીને પ્રથમ સ્થાન પર પહોંચ્યુ છે. લખનૌની ટીમ બીજા સ્થાને સરકી છે. તો ગુજરાત ટાઈટન્સ માટે નંબર 1 બનવાનો મોકો હજુય દૂર ઠેલાતો જઈ રહ્યો છે.

ચેન્નાઈનુ સપનુ તોડી રાજસ્થાન નંબર 1

ચેપોકમાં ફરી ફરી એકવાર શાનદાર જીતનુ સપનુ ચેન્નાઈનુ હતુ. પરંતુ રાજસ્થાન રોયલ્સે જબરદસ્ત પ્રદર્શન કરી દિલધડક માહોલ વચ્ચે લક્ષ્ય બચાવી મેચ જીતી લીધી હતી. અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ધોની મેચ અને પોઈન્ટ્સ ટેબલના ક્રમને ફેરવી શક્યો હોત. પરંતુ સંદીપ શર્માના જબરદસ્ત યોર્કર બોલે ધોનીને છગ્ગો લગાવવાનો કોઈ મોકો ના આપ્યો અને જીત રાજસ્થાનના નામે લખાઈ ગઈ હતી.

Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા

જીત સાથે ફરી રાજસ્થાન પ્રથમ ક્રમે પહોંચ્યુ છે. રાજસ્થાન સિઝનમાં ચાર મેચ રમીને ત્રીજી મેચ પોતાને નામ કરી ચુક્યુ છે. બીજા સ્થાને રહેલ લખનૌ સુપર જાયન્ટ્સ પણ ચાર મેચો રમીને ત્રણ મેચમમાં જીત મેળવી છે. આમ બંને 6-6 પોઈન્ટ્સ ધરાવે છે. જોકે રાજસ્થાનનો નેટ રનરેટન લખનૌ કરતા સારો છે, જેને લઈ લખનૌ બીજા ક્રમે રહ્યુ છે. રાજસ્થાનનો નેટ રનરેટ હાલમાં તમામ 10 ટીમોમાં સૌથી સારો છે. રાજસ્થાને સિઝનની શરુઆતથી જ આક્રમક જૂસ્સો દર્શાવ્યો છે.

IPL 2023 પોઈન્ટ્સ ટેબલ 
ક્રમ ટીમ મેચ જીત  હાર  NRR PTS
1 RR 4 3 1 1.588 6
2 LSG 4 3 1 1.048 6
3 KKR 3 2 1 1.375 4
4 GT 3 2 1 0.431 4
5 CSK 4 2 2 0.225 4
6 PBKS 3 2 1 -0.281 4
7 RCB 3 1 2 -0.800 2
8 MI 3 1 2 -0.879 2
9 SRH 3 1 2 -1.502 2
10 DC 4 0 4 -1.576 0

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">