IPL 2022 Points Table: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ત્રીજા સ્થાને છલાંગ, કંગાળ રમતથી ચેન્નાઈ અને મુંબઈ તળીયે

|

Apr 10, 2022 | 11:40 AM

IPL 2022 Points Table: સપ્તાહના ડબલ હેડરમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ ફરી જીતી શકી નથી અને બંને ટીમો છેલ્લા સ્થાને રહી છે.

IPL 2022 Points Table: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ત્રીજા સ્થાને છલાંગ, કંગાળ રમતથી ચેન્નાઈ અને મુંબઈ તળીયે
RCB મુંબઈ સામેની મેચ પહેલા પાંચમાં સ્થાને હતુ

Follow us on

આઈપીએલમાં ટીમોની સંખ્યા 8 થી વધારીને 10 કરવાની અસર આ સિઝનમાં દેખાવા લાગી છે. નવી ટીમોના પ્રવેશ સાથે, IPL 2022 ની સીઝન વધુ રોમાંચક અને વધુ સ્પર્ધાત્મક બની છે. જે ટીમો છેલ્લી સિઝન સુધી લીગમાં નબળી સાબિત થઈ હતી, તે તમામ હાલમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે અને તે પોઈન્ટ ટેબલ (IPL Points Table) પર પણ સારી દેખાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં શનિવાર 9મી એપ્રિલે બે મેચ રમાઈ હતી, પરંતુ આ બંનેના પરિણામો પછી પણ પોઈન્ટ ટેબલના ઉપરના ભાગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી અને પ્રથમ સ્થાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નામે છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું છે, જ્યારે બેંગ્લોરે મુંબઈને હરાવીને સીધા ત્રીજા સ્થાને કૂદકો લગાવ્યો છે.

આ સિઝનમાં લીગ તબક્કાની કુલ 70 મેચો રમાશે અને આ 70 મેચો પછી જે ટીમો પ્રથમ 4 સ્થાન પર રહેશે તે પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. જો અત્યાર સુધીની મેચો બાદ ટોપ 4ની સ્થિતિ પર નજર કરીએ તો ગત સિઝનની ફાઇનલિસ્ટ કોલકાતા સતત સારું પ્રદર્શન કરી રહી છે અને 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. તે જ સમયે, આ સિઝનમાં એન્ટ્રી લેનાર બે નવી ટીમો, ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન પણ જબરદસ્ત છે. આ બંને ટીમોના પણ 6-6 પોઈન્ટ છે અને તે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

શનિવારની મેચોની શુ અસર રહી?

શનિવારે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થયો હતો. આ સિઝનની શરૂઆતની મેચો હાર્યા બાદ બંને ટીમો તળિયે હતી, પરંતુ આજે એક ટીમનું ખાતું ખુલ્યું હતું. સનરાઇઝર્સે શાનદાર જીત નોંધાવી, સુપર કિંગ્સની મુશ્કેલીઓમાં વધારો કર્યો. હૈદરાબાદે ચેન્નાઈ સામે 8 વિકેટની જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું અને 2 પોઈન્ટ મેળવ્યા. જેના કારણે હૈદરાબાદની ટીમ છેલ્લા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ચેન્નાઈની ટીમ છેલ્લા સ્થાને સરકી ગઈ છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

દિવસની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને હતા. બેંગ્લોરે આ મેચ પહેલા ત્રણમાંથી બે મેચ જીતી હતી, જ્યારે મુંબઈએ ત્રણેય મેચ હારી હતી. બંન્ને ટીમોએ પોતાનો આ જ સિલસિલો જાળવી રાખ્યો હતો. એટલે કે બેંગ્લોરે વધુ એક મેચ જીતી લીધી, જ્યારે મુંબઈને સતત ચોથી હાર મળી. બેંગ્લોરના હવે 4 મેચમાં 6 પોઈન્ટ છે અને તે 0.294ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તેની ઉપર માત્ર ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ છે.

IPL 2022 માં Points Table સ્થિતિ અહીં જાણો

ક્રમ ટીમ મેચ જીત હાર પોઈન્ટ નેટ રન રેટ
1 કોલકાતા નાઇટ રાઇડર્સ 4 3 1 6 +1.102
2 ગુજરાત ટાઇટન્સ 3 3 0 6 +0.349
3 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 4 3 1 6 +0.294
4 લખનૌ સુપર જાયન્ટ્સ 4 3 1 6 +0.256
5 રાજસ્થાન રોયલ્સ 3 2 1 4 +1.218
6 પંજાબ કિંગ્સ 4 2 2 4 +0.152
7 દિલ્હી કેપિટલ્સ 3 1 2 2 -0.116
8 સનરાઇઝર્સ હૈદરાબાદ 3 1 2 2 -0.889
9 મુંબઇ ઇન્ડિયન્સ 4 0 4 0 -1.181
10 ચેન્નાઇ સુપર કિંગ્સ 4 0 4 0

-1.211

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે પસંદગી જ ખોટી! CSK ની કંગાળ હાલકને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ- મોટી ભૂલની સજા મળી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

 

Published On - 11:30 am, Sun, 10 April 22

Next Article