IPL Media Rights: આગામી 5 વર્ષ માટેના આઇપીએલ પ્રસારણના અધિકારોને માટે BCCI એ ટેન્ડર બહાર પાડ્યુ, 10મે સુધીનો આપ્યો સમય

|

Mar 30, 2022 | 9:58 AM

વર્તમાન IPL પ્રસારણ અધિકાર ડીલ સ્ટાર નેટવર્ક દ્વારા 2017 માં સૌથી વધુ બોલી લગાવીને મેળવવામાં આવ્યો હતો, જે હવે IPL 2022 સીઝન સાથે સમાપ્ત થાય છે.

IPL Media Rights: આગામી 5 વર્ષ માટેના આઇપીએલ પ્રસારણના અધિકારોને માટે BCCI એ ટેન્ડર બહાર પાડ્યુ, 10મે સુધીનો આપ્યો સમય
IPL 2022 ની સિઝન સાથે હાલનો પ્રસારણ કરાર પૂર્ણ થઇ રહ્યો છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝન (IPL 2022) શરૂ થઈ ગઈ છે અને તેની સાથે ટૂર્નામેન્ટનું કદ પણ વધ્યું છે. 10 વર્ષ બાદ IPLમાં ફરી 10 ટીમો છે. એક તરફ આઈપીએલમાં નવી શરૂઆત થઈ છે, જ્યારે તેનો મોટો હિસ્સો પણ સમાપ્ત થઈ રહ્યો છે. વર્તમાન સિઝન પછી, IPL પ્રસારણ અધિકારોની ડીલ સમાપ્ત થઈ રહી છે અને આગામી સિઝનથી નવી ડીલ શરૂ થશે. આની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેન્ડર બહાર પાડ્યું. બીસીસીઆઈએ મંગળવાર, 29 માર્ચે 2023 થી 2027 સીઝન માટે આઈપીએલના પ્રસારણ અધિકારો (IPL Media Rights Tender) માટે ટેન્ડર માટે આમંત્રણ જારી કર્યું હતું, જેના માટે રસ ધરાવતી કંપનીઓને 10 મે 2022 સુધીમાં અરજી કરવાનો સમય આપવામાં આવ્યો છે.

બીસીસીઆઈના નિવેદન અનુસાર, હરાજીના નિયમો જાણવા માટે આઈટીટી દસ્તાવેજો ખરીદવા પડશે અને આ માટે રસ ધરાવતા પક્ષોએ મોટી રકમ ચૂકવવી પડશે, જે રિફંડ કરવામાં આવશે નહીં. આ મુજબ ITT ખરીદવા માટે 25 લાખ રૂપિયા (4.50 લાખ GST વધારાના) ચૂકવવા પડશે. અરજદારો પાસે ITT ખરીદવા માટે 10 મે સુધીની છેલ્લી તારીખ છે. રુચિ ધરાવતા પક્ષોને ITT ની ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણી સહીતની વિગતો iplmediarights2020@bcci.tv પર ઇમેઇલ કરવા વિનંતી કરવામાં આવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ વખતે થશે ઈ-ઓક્શન

તે જ સમયે, બોર્ડના સચિવ જય શાહે મીડિયા અધિકારો મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે IPL ઇતિહાસમાં પ્રથમ વખત, BCCI નવા બિડર્સ માટે ઇ-ઓક્શનની વ્યવસ્થા કરશે અને તે 12 જૂનથી શરૂ થશે. આ સિવાય શાહે પોતાના ટ્વિટમાં કહ્યું કે, “બે નવી ટીમો, વધુ મેચો, વધુ સ્થળો અને વધુ એસોસિએશન સાથે, અમે IPLને નવી અને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માંગીએ છીએ.”

જય શાહે એમ પણ કહ્યું કે નવા પ્રસારણ અધિકારોથી વધુ આવકની સાથે IPLનું મહત્વ પણ વધશે. તેમણે કહ્યું, “મને કોઈ શંકા નથી કે આ પ્રક્રિયા માત્ર મહત્તમ આવક જ નહીં પરંતુ મહત્તમ મહત્વ પણ ધરાવે છે. જેનો ભારતીય ક્રિકેટને ઘણો ફાયદો થશે.

વધુ ટીમો, વધુ મેચો, વધુ કમાણી

ભારતીય બોર્ડ આગામી પાંચ વર્ષ સુધી પ્રસારણ અધિકારો દ્વારા આશરે રૂ. 50,000 કરોડની કમાણી કરવાની અપેક્ષા રાખે છે. ગુજરાત અને લખનૌ ફ્રેન્ચાઈઝીના સમાવેશ સાથે આઈપીએલ મેચોની સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે. જેના કારણે હરાજીમાં મજબૂત બિડિંગ સ્પર્ધા થવાની સંભાવના છે કારણ કે આ સેગમેન્ટમાં હવે G-Sony અને Reliance Viacom 18 પણ સામેલ છે. BCCI દ્વારા એમેઝોન પ્રાઇમ, મેટા અને યુટ્યુબ પાસેથી ‘ડિજિટલ સ્પેસ’ માટે આક્રમક બિડ્સની અપેક્ષા રાખે છે. હાલમાં, ભારતમાં IPL માટે એકમાત્ર લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર છે, જે સ્ટાર નેટવર્કનો એક ભાગ છે.

 

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

 

Published On - 9:56 am, Wed, 30 March 22

Next Article